ETV Bharat / state

Saurashtra Lok Melo : રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને મળ્યું "રસરંગ" નામ, જાણો શું છે ઇતિહાસ...

રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી એટલે કે સાતમ આઠમના તહેવાર નિમિત્તે પાંચ દિવસનો લોકમેળો યોજવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રના લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, આગામી તારીખ 5 સપ્ટેમ્બરથી તારીખ 9 સપ્ટેમ્બર સુધી લોકમેળો યોજાશે.

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને મળ્યું નામ "રસરંગ", જાણો શું છે ઇતિહાસ...

author img

By

Published : Jul 21, 2023, 6:29 PM IST

રાજકોટ : આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં મીની વેકેશનનો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં લોકમેળો યોજાનાર છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે 5 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 5 દિવસ સુધી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ લોકમેળામાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે 10 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

આયોજનને આખરી ઓપ : હાલ વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ, રાઇડ્સ, રમકડાના પ્લોટ્સ સહિતની હરાજીની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને બસ હવે ગણતરીના દિવસોમાં આ હરાજી પૂર્ણ કર્યા બાદ 5 સપ્ટેમ્બર પહેલા લોકમેળો તૈયાર કરી નાખવામાં આવશે.

1983 થી શરુ થયો લોકમેળો : રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો વર્ષ 1983 થી રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે શરૂઆતમાં આ લોકમેળો શહેરની મધ્યમાં આવેલા ત્રિકોણબાગ નજીક આવેલ શાસ્ત્રી મેદાન ખાતે યોજાતો હતો. જ્યારે રાજકોટ ખાતે યોજાનાર લોકમેળામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે શાસ્ત્રી મેદાનનું ગ્રાઉન્ડ નાનું પડવા લાગ્યું હતું.

અત્યાર સુધીમાં લોકમેળાને જમાવટ, ગોરસ, અમૃત સહીતના લોકરૂચિના નામ આપવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે લોકમેળાનું નામ “રસરંગ” રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન બે વર્ષ સુધી લોકમેળો યોજાયો નહોતો. પરંતુ આ વર્ષે લોકમેળો યોજાનાર છે. જેને લઇને રાજકોટીયન્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.-- વર્ષાબેન વેગડા (સભ્ય, લોકમેળા સમિતિ)

મેળાનું નામકરણ : વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને વર્ષ 2003થી રેસકોસ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતે પણ શહેરના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે જ યોજાનાર છે. એવામાં રાજકોટ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 5 વર્ષથી લોકમેળાના નામકરણ પણ કરવામાં આવી રહ્યા છે.

લોકોની પસંદ : લોકમેળાના નામ અંગે માહિતી આપતા લોકમેળા સમિતિના સભ્ય વર્ષાબેન વેગડાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વર્ષ 2003થી લોકમેળો યોજાઇ રહ્યો છે. આ અગાઉ શહેરના ત્રિકોણબાગ ખાતે આવેલા શાસ્ત્રી મેદાનમાં લોકમેળો યોજાતો હતો. ત્યારે છેલ્લા 5 વર્ષથી આ લોકમેળાનું નામકરણ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. જેના માટે લોકો પાસેથી સૂચનો માંગવામાં આવે છે. આ સૂચનોના આધારે લોકમેળાનું નામકરણ કરવામાં આવે છે.

  1. Rajkot news: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે 4 કરોડનો વીમો લેવામાં આવ્યો
  2. Lok Medo 2023: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તંત્રની તૈયારીઓ શરૂ, જિલ્લા ક્લેક્ટરે સમજાવ્યો પ્લાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.