રાજકોટ: આજના સમયમાં યંગસ્ટર્સ હવે સમલૈંગિક લગ્ન તરફ વળ્યા છે. એક રીતે કહીએ તો સંસ્કારોને નેવે મૂક્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભારતમાં સમલૈંગિક લગ્નને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે. એવામાં રાજકોટમાં જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં રાજકોટના નાગરિકોએ સુપ્રીમ કોર્ટેને વિનંતી કરી છે કે' સમલૈંગિક લગ્નને ભારતમાં મંજૂરી ના આપવામાં આવે. જો આ પ્રકારના લગ્નની મંજૂરી આપવામાં આવશે. તો સમાજની વ્યવસ્થા ખોરવાશે. જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજમાં વિકૃતિ ફેલાશે: આ મામલે એડવોકેટ જાગૃતિ દવેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ' હું એક સમાજના જાગૃત નાગરિક તરીકે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટે આવી છુ. કારણ કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવા માટેની વિચારણા ચાલી રહી છે. જે એક સમાજને વિકૃતિ તરફ દોરી જનાર મુદ્દો છે. જેને અટકાવવા માટે અમે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. જ્યારે હિન્દુ ધર્મના 16 સંસ્કારમાં લગ્ન એ પણ એક સંસ્કાર છે.
આ પણ વાંચો Rajkot News : કોંગ્રેસે મનપાના બગીચામાં કાર્યાલય ઉભું કરીને લોકોના પ્રશ્નો સાંભળ્યા
જીવન નિર્વાહ: વધુમાં કહ્યું કે' જેમાં એક સ્ત્રી અને એક પુરુષ પતિ પત્ની તરીકે જીવન નિર્વાહ કરે છે અને સૃષ્ટિનો વિકાસ કરે છે. એટલે કે વંશવેલો આગળ વધારે છે. એવામાં આ સમલૈંગિક સંબંધથી જે પાયાનો સિદ્ધાંત છે તે જ નષ્ટ થાય છે. જેના કારણે સમાજ વિકૃતિ તરફ ના દોરાય તે માટે અમે રાજકોટ કલેકટરને એક જાગૃત નાગરિક તરીકે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. જ્યારે આ સમલૈંગિક સંબંધોની અસર આપણે તો ભોગવી પડશે. આગામી દિવસોમાં આવનારી આપણી પેઢીને પણ તેની અસર થશે.
આ પણ વાંચો Rajkot News : 26 વર્ષથી કાયમી ભરતી ન થતાં થાળી વગાડીને સફાઈ કામદારોએ કર્યા વિરોધ
દરેક સમાજની બહેનો: આ મામલે ડો. ધરા ઠાકર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ' સમાજની એક સંસ્કૃતિ રહી છે. તેમાં પણ ખાસ કરીને ભારતની અંદર લગ્ન એક માત્ર વ્યવસ્થા નથી. પરંતુ આપણા 16 સંસ્કાર માનો એક સંસ્કાર પણ છે. જ્યારે આ સંસ્કારની અંદર વિજાતીય લગ્નને મંજૂરી આપવામાં આવી છે. જેનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. જેને લઈને આજે અમે દરેક સમાજની બહેનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે હાલ સમલૈંગિક લગ્ન મંજૂરી અંગેની સુનાવણી હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. જેને લઇને જાગૃત નાગરિકો દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.