હિંમતનગરઃ સાબરકાંઠામાં મંડપ એસોસિએશન દ્વારા કોઇ પણ જગ્યાએ મંડપ ન લગાવવાનો નિર્ણય લેવાતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકડાઉનથી આજ દિન સુધી કોઇપણ પ્રકારની છૂટછાટ ન આપવાની સાથોસાથ કોઈપણ માગ ન સ્વીકારાતા વિરોધ કરાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવી રહ્યા છે, જેની તૈયારીઓમાં ભાજપના મોટાભાગના કાર્યકરો વ્યસ્ત છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશન ભાજપ સહિત તમામ પક્ષો કોઈપણ જગ્યાએ મંડપ ન બાંધવાનો નિર્ણય કરાયો છે. જેના પગલે જિલ્લા ભાજપમાં કરાઈ રહેલી તૈયારીઓ અચાનક ભૂકંપ સર્જાયો છે.
વધુમાં લોકડાઉનથી આજદિન સુધી સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશન અને કોઈપણ પ્રકારની છૂટછાટ તેમને પોતાનો વિરોધ અને બળાપો કાઢતા જણાવ્યું છે કે, હોટલ, જીમ તેમજ ખાનગી પેઢીઓના 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની છૂટ આપી હોવા છતાં મંડપ એસોસિએશનની કોઈપણ પ્રકારની છૂટછાટ ના પાડતા છેલ્લા સાતમાંથી આર્થિક રીતે બેકાર બન્યા હોવાની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પોતાની એક પણ માગ ન સ્વીકારાતા વિરોધના ભાગ રૂપે પોતાની વાત રજૂ કરી તેમજ એસોસિએશનના સભ્યોએ એકસાથે નિર્ણય કર્યો છે કે, આગામી સમયમાં કોઈપણ વ્યક્તિને મંડપ આપવામાં આવશે નહી.
જોકે આ મામલે આગામી સમયમાં મંડપ એસોસિએશન દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે. હાલ એસોસિએશને લીધેલા નિર્ણયને પગલે હાલમાં ભાજપ ભીંસમાં આવી હોય તેવું લાગી રહી છે.