- નિર્માણ પ્રધાન કુંવરજી બાવળીયાના હસ્તે ડોડીયાળી ગામે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત
- આ સાથે વેરાવળ, દોલતપરા ગામે નવનિર્મિત પંચાચત ઘરોનું લોકાર્પણ
- કોરોનાની ગાઈડ લાઈન મુજબ ખાતમુહૂર્ત કરાયુ
રાજકોટઃ પાણી પુરવઠા, પશુ પાલન અને ગ્રામ ગૃહ નિર્માણ પ્રધાન કુંવરજી બાવળીયાના હસ્તે જિલ્લાના જસદણ તાલુકાના ડોડીયાળી ગામે એપ્રોચ રોડના ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ સાથે વેરાવળ અને દોલતપર ગામે નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ કરાયું હતું.
કોરોનાની ગાઈડ લાઈન મુજબ ખાતમુહૂર્ત કરાયુ
આધુનિક સુવિધા સભર પંચાયતઘરોનું લોકાર્પણ કરતા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાાવ્યું હતું કે, દરેક ગ્રામને પોતાના પંચાયત ઘર સહિત તમામ માળખાગત સુવિધાઓથી સભર બનાવવા રાજય સરકાર કટિબધ્ધ છે. રાજય સરકાર દરેક છેવાડાના માનવીને શિક્ષણ, આરોગ્ય, વીજળી, પીવાનું શુધ્ધ પાણી વગેરે તમામ પ્રાથમીક સુવિધા ઉપરાંત ગામડાને પણ શહેર સાથે રોડ-રસ્તા, વાહન વ્યવહારની કનેકટીવીટી સાથે સર્વાંગી વિકાસ માટે જરૂરી વિકાસના અવિરત કામો હાથ ધરી રહી છે. ત્યારે લોકોએ પણ આ તમામ સુવિધાઓ જનસમાન્ય માટેની અને પોતાનાપણાની ભાવના સાથે તેના જતન માટે સહયોગી બનવું જોઇએ, જેથી રાજય સરકારની સુવિધાઓ થકી ગ્રામજનો વધુમાં વધુ લાભ મેળવી શકે.
આ તકે ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.