રાજકોટ: હાલ રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજકોટ શહેરને પૂરું પાડતા જળાશયોમાં નવા નીર આવક નોંધાય છે. ત્યારે જળાશયોમાં નવા નીરની આવક થતા હવે રાજકોટ વાસીઓને પીવાના પાણીની સમસ્યા માંથી મુક્તિ મળશે. જ્યારે રાજકોટના ન્યારી 2 ડેમ અને લાલપરી ડેમ બંને સંપૂર્ણ ભરાઈ ગયા છે અને હાલ તે ઓવરફ્લો થઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટનો પીવાનું પાણી પૂરું પાડતો આજી ડેમ પણ 70% ભરાઈ ગયો છે. ત્યારે કોર્પોરેશનના વોટર વર્કસ શાખા દ્વારા આજીડેમની સપાટી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.
નવા નીરની આવક: રાજકોટ કોર્પોરેશનના વોટર વર્ક્સ શાખાના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 1 ફૂટથી લઈને 3 ફૂટ સુધીના નીરની આવક હાલ વિવિધ જળાશયોમાં જોવા મળી છે. જેમાં ભાદર 1 ડેમની કુલ 34 ફૂટની ઊંડાઈ છે. તેમાં 3 ફૂટ કરતા વધુ નવા વરસાદી નિરની આવક થઈ છે. જેના કારણે તેની સપાટી હાલ 24.20 ફૂટ પણ જોવા મળી રહી છે. આજીડેમ 1ની વાત કરવામાં આવે તો આજીડેમ ઊંડાઈ 29 ફૂટની છે. જ્યારે તેમાં 1 ફૂટ કરતાં વધારે નવા નીરની આવક નોંધાય છે. તેની હાલની સપાટી 24.40 ફૂટ ઉપર જોવા મળી રહી છે. ન્યારી 1 ડેમની વાત કરવામાં આવે તો ન્યારી 1 ડેમ કુલ ઊંડાઈ 25 ફૂટની છે. જેમાં 3.61 ફૂટ નવાની આવક નોંધાય છે. તેમજ ન્યારી 1 ડેમની વર્તમાન સપાટી 21.80 ફૂટ જોવા મળી રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જળાશયોમાં નવા નિર્માણની આવક નોંધાતા તેની સપાટીમાં પણ વધારો નોંધાયો છે.
દરવાજા પણ ખોલવામાં આવ્યા: રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે આ વરસાદના કારણે રાજકોટના લાલપરી ડેમ જે 15 ફૂટની સપાટી ધરાવે છે તે ઓવર ફ્લો થયો હતો. આ સાથે જ ન્યારી 2 ડેમ પણ 20.70ની સપાટી ધરાવે છે તે પણ ઓવરફ્લો થયો હતો અને આ ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજકોટ શહેરને પૂરું પાડતા જળાશયોમાં 70% નવા નિર્માણની આવક થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં રાજકોટ વાસીઓની પાણીની ચિંતા હળવી થઈ છે. જેમાં ભાદર ડેમમાં આગામી 30-6-2024 સુધી ચાલે તેટલું પાણી આવ્યું છે. ન્યારીમાં 31-1-2024 સુધી તેટલું પાણી છે અને આજી 1 ડેમમાં 30-8-23 જેટલું પાણી આવ્યું છે.