- લાકડાના છોલમાંથી બનાવી રંગોળી
- રંગોળી બનાવવામાં લાગ્યો 3 દિવસનો સમય
- રંગોળીમાં વપરાયો લાકડાનો દોઢ કિલો છોલ
રાજકોટઃ સમગ્ર દેશમાં દિવાળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દિવાળી નીમીત્તે રંગોળી વિશે કંઇક નવું કરવાની પ્રેરણા મળતાં શહેરની યુવતી ફોરમ જાગાણીએ કોરોનાની મહામારી હોવાથી ઓનલાઈન GPSCની તૈયારી કરી રહી છે. ત્યારે તેમને વિચાર આવ્યો કે રંગોથી તો સૌ લોકો રંગોળી કરે છે પરંતુ તેને કંઈક નવું કરવું હોવાથી તેણીએ લાકડાના છોલથી રંગોળી બનાવી હતી.
ધોરાજીની યુવતીએ લાકડાના છોલમાંથી બનાવી રંગોળી લાકડાના છોલની રંગોળી બનાવવામાં લાગ્યા 3 દિવસ આ રંગોળી બનાવવામાં તેમને લાકડાનો છોલ કર્યો હતો, તેમજ લાકડાના છોલને અલગ અલગ કલરમાં પલાળીને કલર ચડાવવામાં આવ્યો હતો. આ લાકડાના છોલથી રંગોળી તૈયાર કરવામાં 2 થી 3 દિવસ જેટલો સમય લાગ્યો હતો.ફોરમ જાગાણી દ્વારા કોરોનાને લઈને લોકોને એક સંદેશ ફોરમ જાગાણી દ્વારા કોરોના વાઇરસને પગલે લોકોને સરકારનાં નિયમનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત જે રીતે બે રંગ હળી મળીને અલગ નિર્માણ કરે છે, ત્યારે લોકો પણ હળીમળીને રહે તેવી તેના દ્વારા લોકોને દિવાળીની શુભકામના આપવામાં આવી હતી.