ETV Bharat / state

Rajkot Water Crises: પાંચ ગામોને 5 કરોડનો ખર્ચ કરી પાણીના ટેન્કરથી વિતરણ કરાશે - Rajkot Corporation

રાજકોટમાં પીવાના પાણીની મુશ્કેલી નવી નથી. દર ઉનાળે તંત્રના દાવાની અગ્નિપરીક્ષા થાય છે. પછી હકીકત સામે આવે છે. રાજકોટમાં ટેન્કરથી પાણી વિતરણ એ નવું નથી. પણ આ વખતે પણ તંત્રની પાણીને લઈને અવ્યવસ્થા સામે આવી છે. જેમાં મહાનગર પાલિકાએ 5 કરોડ રૂપિયા ખર્ચ કરી પાણીના ટેન્કર આપશે.

Rajkot Water Crises: પાંચ ગામોને 5 કરોડનો ખર્ચ કરી પાણીના ટેન્કરથી વિતરણ કરાશે

author img

By

Published : Mar 31, 2023, 10:43 PM IST

Updated : Mar 31, 2023, 11:00 PM IST

Rajkot Water Crises: પાંચ ગામોને 5 કરોડનો ખર્ચ કરી પાણીના ટેન્કરથી વિતરણ કરાશે

રાજકોટ: રાજકોટમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆતને લઈને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સામે આવી હતી. જેને લઇને દૈનિક અલગ અલગ વિસ્તારવાસીઓ કોર્પોરેશનને પાણી માટે રજૂઆત કરવા માટે આવતા હતા. કોર્પોરેશન દ્વારા હવે પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Pm Narendra Modi Degres Controversy: કેજરીવાલને 25000નો દંડ ભરવા હાઈકોર્ટનો આદેશ

ટેન્કરથી વિતરણ: જેમાં શહેરના નવા ભળેલા પાંચ જેટલા ગામોને કોર્પોરેશન પાણીના ટેન્કર આપશે. જેના કારણે આ વિસ્તારમાં પીવાને પાણીની સમસ્યા હળવી કરી શકાય. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઉનાળાની શરૂઆતથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ હતી. જેને લઇને કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે રાજકોટના મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચ જેટલા ગામો ભળ્યા છે.

આ ગામમાં પાણી મળશે: મોટા મૌવા, મુંજકા, મનહરપુર, ઘંટેશ્વર માધાપર ગામનો સમાવેશ થાય છે. ત્યારે આ ગામોમાં ગ્રામ પંચાયતનું પાણીનું નેટવર્ક હતું. જ્યાં હવે રાજકોટ કોર્પોરેશન દ્વારા DI પાઇપલાઇનનું નેટવર્ક હાલ ગોઠવી રહી છે. કરોડોના ખર્ચે આ કામ શરૂ છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં આ વિસ્તારવાસીઓને પાણીની સમસ્યા ના સર્જાય તે માટે પીવાના પાણીની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે. જેના માટે આ વિસ્તારમાં પાણીના ટેન્કર આપવામાં આવશે. જે ટેન્કર માટેનો ખર્ચ અંદાજિત પાંચ કરોડ રૂપિયા જેટલો થાય છે.

આ પણ વાંચો: Bhavnagar Temples : ભાવનગરમાં મસ્તરામ બાપાએ પગ મૂક્યો ત્યારથી 33 વર્ષ મૌન ધારણ કર્યું,

પીવાના પાણીનો પ્રશ્ન: વર્ષમાં બે વખત સૌની યોજના મારફેતે નર્મદાનું પાણી રાજ્ય સરકાર પાસે માંગવામાં આવે છે. આજીડેમ - ન્યારી ડેમને ભરવામાં આવે છે. પરંતુ બીજી તરફ શહેરના છેવાડાના અનેક વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું નથી. તેઓ આક્ષેપ સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવતો હોય છે. તેમજ સ્થાનિકો આ મામલે રજૂઆત માટે પણ કોર્પોરેશન દ્વારા ખાતે આવતા હોય છે. આગામી દિવસોમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા હવે નવા ભળેલા વિસ્તારમાં પીવાના પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Last Updated : Mar 31, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.