રાજકોટ : હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં મેધરાજાએ ઘણા દિવસોથી મહેમાન બન્યા છે. ત્યારે આજે રાજકોટના ઉપલેટા શહેર તેમજ આસપાસના પંથકના વિસ્તારોની અંદર વહેલી સવારે ઉનાળાનો અંગ દઝાડતો તડકો પડતો હતો, પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ધોધમાર વરસાદને પગલે ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને આસપાસના પંથકોના ખેતરોની અંદર વરસાદી પાણી વહેતા થયા છે. તો બીજી તરફ ખેડૂતોની કમોસમી વરસાદના કારણે સતત ચિંતાઓ વધી રહી છે.
આ પણ વાંચો |
સૌરાષ્ટ્રમાં વરસાદની સવારી : સામાન્ય રીતે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ઉનાળાના સમયની અંદર તડકા તેમજ ગરમીનું માહોલ જોવા મળે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ ગુજરાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમી સામે અને તડકા સામે રાહત મળી રહી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં અત્યંત વધારો થઈ રહ્યો છે.
ગરમી બાદ કમોસમી વરસાદ : ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર સવારે જે રીતે અંગદાજી જાય તે પ્રકારનો તડકો ગરમીનું વાતાવરણ હતું, ત્યારે બપોર બાદ અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવી જતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ ધોધમાર વરસાદના કારણે ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અને ખેતી વિસ્તારોની અંદર વરસાદી પાણી વહેતા થયા હતા. તેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. તો બીજી તરફ વરસાદના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો સહારો લઈને ઉભા રહી ગયા હતા.