ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલ મહેંદી વાડી વિસ્તાર અને વોર્ડ નં 8માં છેલ્લાં ઘણાં સમયથી ભૂગર્ભ ગટર યોજના પૂરી થઇ હોવાં છતાં તંત્ર દ્વારા ખોદાયેલા રસ્તાઓ હજુ સુધી સમારકામ કરવામાં આવ્યુ નથી.
સાફ સફાઈ સ્ટ્રીટ લાઈટ તથા પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડવામાં આવતાં મહેંદી વાડી વિસ્તાર આખાં ગામમાં રસ્તાઓનાં કામો થઈ રહ્યા છે. પણ અમારા વિસ્તારમાં હજુ સુધી કામો થયા નથી અને વાહલા દોહલાની નીતિ કેમ રાખી રહયાં છે. ત્યારે મહેંદીવાડી વિસ્તારની મહીલાઓ દ્વારા થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
.