ETV Bharat / state

Rajkot Water Problem :  રાજકોટમાં ખુદ મેયરના વૉર્ડમાં જ પીવાના પાણીની સમસ્યા

ફરી એકવાર રાજકોટના વોર્ડ નંબર 12માં એવા વાવડી વિસ્તારમાં પાણીની માથાકૂટ સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે બજેટમાં પાણી વેરો બમણો કરવામાં આવ્યું છે, પરંતુ પાણી માત્ર 10 મિનિટ આપવામાં આવે છે અને તે પાણી પણ ડોહળું અને ગંદકી વાળું આવે છે.

Water Problem : આ ચાની રકાબી નથી, રંગીલા શહેરમાં મેયરના વૉર્ડમાં આવતું રંગીલું પીવાનું પાણી

author img

By

Published : Apr 10, 2023, 7:08 PM IST

રાજકોટના વાવડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા

રાજકોટ : સૌરાષ્ટ્ર અને કહેવાતા રંગીલા રાજકોટની સૌથી મોટી જો સમસ્યા હોય તો તે પીવાના પાણીની છે. એવામાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ ઉદભવી રહી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 12 એવા વાવડી વિસ્તારમાં પણ ઉનાળામાં પાણીની સમસ્યાને લઇને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆતથી અમારા વિસ્તારમાં માત્ર 10 મિનિટ જ પાણી વિતરણ કરવામાં આવે છે. આ સાથે જ વિસ્તારમાં ડોહળું અને ગંદકી યુક્ત પાણી આવે છે. જેને લઇને આગામી દિવસોમાં સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમાઇ શકે છે.

અમારા વિસ્તારમાંથી મેયર ચૂંટાયા : અંગે વોર્ડ નંબર 12માં રહેતા નટુ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા વિસ્તાર વર્ષ 2015થી રાજકોટ કોર્પોરેશનમાં ભળ્યો છે. ત્યારથી અત્યાર સુધી અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે મુખ્ય સમસ્યા અમારા વિસ્તારની પાણીની છે. હાલ અમારા વિસ્તારમાં દૈનિક માત્ર 10 મિનિટ જ પાણી આવે છે. જ્યારે આ મામલે અમે ઓનલાઈન ફરિયાદો કરી છે વારંવાર કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી છે. છતાં પણ હજુ અમારી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. જ્યારે અમારા વોર્ડમાંથી રાજકોટના મેયર ચૂંટાયા છે. અમે વારંવાર મેયરને પણ રજૂઆત કરી છે છતાં પણ અમારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી.

આ પણ વાંચો : Water Crisis in Danta : ઘરઆંગણે પાણીના નળ, પણ પાણી માટે ઠેરઠેર રઝળપાટ કરતાં 200 લોકો

પીવાનું પાણી દૂષિત : જ્યારે આ વિસ્તારના સ્થાનિક રહેવાસી પરેશ રાઠોડ જણાવ્યું હતું કે, વાવડી વિસ્તારમાં વર્ષોથી પાણીનો પ્રશ્ન છે. જ્યારે અગાઉ વાવડી વિસ્તાર પંચાયતમાં હતો ત્યારે પણ આજ સમસ્યા સર્જાતી હતી અને હવે કોર્પોરેશનમાં ભળ્યો છે. છતાં પણ આજે સમસ્યાનો અમારે સામનો કરવો પડે છે. દર વખતે ઉનાળામાં અમારે પૈસાનું વહેંચાતું પાણી મંગાવવું પડે છે. જ્યારે વોર્ડ નંબર 12માં વાવડી વિસ્તાર આવે છે અને આ વિસ્તારમાં કોર્પોરેટર રાજકોટના મેયર છે છતાં પણ મેયર પોતે તેમના વિસ્તારમાં ધ્યાન દેતા નથી.

આ પણ વાંચો : Dang Rainfall: ચૈત્ર મહિનામાં ચોતરફ પાણી પાણી, આઘાતની જેમ પડ્યો અણધાર્યો મેઘો

બજેટમાં પાણીનો વેરો બમણો : વધુમાં કહ્યું કે, અમે વારંવાર તંત્રને રજૂઆત કરી ઓનલાઇન ફરિયાદો કરી છે. છતાં પણ અમને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી. જેના કારણે અમારા વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતના બજેટમાં કોર્પોરેશન દ્વારા પાણીનો વેરો બમણો કરવામાં આવ્યો છે, પરંતુ અમારા વિસ્તારમાં હજુ પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં અમે રાજ્યકક્ષાએ પણ રજૂઆત કરશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.