ETV Bharat / state

Rajkot Usury Case: વ્યાજખોરીના વિષચક્રમાં જાણીતા બિલ્ડર બ્લોક થયા, આત્મહત્યાનો પ્રયાસ - usury issue financial clashes

રાજકોટના નામાંકિત બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. રાજકોટના વ્યાજખોરોનો આતંક સામે આવ્યા બાદ તાત્કાલિક આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટના નામાંકિત બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

author img

By

Published : Apr 8, 2023, 10:16 AM IST

રાજકોટ: એક તરફ પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરીને ડામવા માટે લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ વ્યાજખોરો પોલીસના ડર વગર રાજ્યમાં તગડી રકમનું વ્યાજ વસૂલી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના રાજકોટમાં જોવા મળી છે. જ્યાં વ્યાજખોરોના આતંકના કારણે નામાંકિત બિલ્ડર એવા રામભાઈ કુંડારીયાએઆપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બિલ્ડર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ફરી વ્યાજખોરોના આતંકની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Rajkot News : જાડેજા પરિવારે લોકોની સેવા માટે ફાળવી બે એમ્બ્યુલન્સ, લાલબાપુએ બાંધી રક્ષા ચૂંદડી

સમગ્ર ઘટના:રામભાઈ કુંડારીયા વ્યવસાયમાં પૈસાની જરૂરિયાત હોવાથી ઠાકરશી પટેલ નામના વ્યક્તિ પાસેથી 2.40 કરોડ રૂપિયા 1.5 ટકા વ્યાજે લીધા હતા. જેના અત્યાર સુધીમાં કટકે કટકે 24 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. છતાં પણ ઠાકરશી પટેલ દ્વારા તેમને વારંવાર ફોનમાં ધમકીઓ આપવામાં આવતી હતી. પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ સાથે જ રામભાઈ કુંડારીયા દ્વારા રાકેશ નથવાણી નામના વ્યક્તિ પાસેથી 80 લાખ રૂપિયા બે ટકા વ્યાજે લીધા હતા. આ રકમ પણ રાકેશ નથવાણીને ચૂકવી દીધી હતી. છતાં પણ આ વ્યાજખોરો વારંવાર રામભાઈને ફોન ઉપર અને રૂબરૂમાં પૈસા મામલે ધમકીઓ આપવામાં આવતી હતી. જેના કારણે તેમને પોતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો Rajkot news : ચલણી નોટ પર શરમાવે તેવા બિભત્સ શબ્દો લખી મહિલાઓના ઘરમાં ફેકનાર વિકૃત વૃદ્ધ ઝડપાયો

ગુન્હો નોંધવામાં આવ્યો: રાજકોટના વ્યાજખોરોનો આતંક સામે આવ્યા બાદ તાત્કાલિક આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રામભાઈ કુંડારીયા કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. જ્યારે તેમના દ્વારા જ વ્યાજખોરી મામલે આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે બે ઈસમો વિરુદ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.