રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે બપોરે મળી હતી. જેમાં અંદાજિત 43 જેટલી દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. રૂ. 154 કરોડથી વધુના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં ખાસ કરીને રેલનગરમાં નવી આવાસ યોજના બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં માત્ર 5.50 લાખ રૂપિયામાં 2BHK આવાસ લોકોને મળી રહેશે.
મંજૂરી આપવામાં આવી: આ સાથે જ શહેરના દસ્તુર માર્ગ ઉપર અન્ડર પાસ બનાવવાના બ્રિજની કામગીરી અંગેની પણ મંજૂરી આપવામાં આવી હતી. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસના કામોની મંજૂરી આપ્યા બાદ હવે તેની ટેન્ડરિંગની પ્રક્રિયા થશે. આગામી દિવસોમાં આ કામ છે તે શરૂ કરવામાં આવશે.
મહત્વની દરખાસ્તોની વાત: આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. પુષ્કર પટેલ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે,જેમાં 43 જેટલી દરખાસ્તોને સર્વનુંમતે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મહત્વની દરખાસ્તોની વાત કરવામાં આવે તો જન ભાગીદારીના અનેક વિકાસના કામો છે. આ સાથે જે નવા ભડેલા વિસ્તાર જેવા કે ઘંટેશ્વર અને માધાપર વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક માટેના દરખાસ્તોના કામને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ગત વર્ષના બજેટમાં રાજકોટમાં વાઈટ ટોપિંગ ટેકનોલોજીથી રોડ બનાવવાની જે વાત હતી. તેને પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે રાજકોટના ઉપલા ખાતે આ રોડ બનાવવામાં આવશે
બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું: 5.50 લાખમાં મળશે 2BHK આવાસ જ્યારે રાજકોટના પોપટપરા વિસ્તારમાં EWS 2 પ્રકારના 1010 નવા આવાસ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવનાર છે. જેમાં સાથે 47 જેટલી દુકાનો પણ બનાવવામાં આવશે. જેના માટેનું ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. 119 કરોડ રૂપિયાનું જે કામ હતું તેને પણ આજની સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે.
ગેરકાયદેસર બાંધકામો: ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ભાજપના જ કોર્પોરેટરો એ શહેરમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામોને લઈને ટીપી શાખા ઉપર અનેક સવાલો ઊભા કર્યા હતા. જે મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે ટીપી શાખા પોતાની કામગીરી દૈનિક કરી રહી છે. માત્ર વરસાદી સીઝન હોય ત્યારે જ ગેરકાયદેસર બાંધકામ શહેરમાં દૂર કરવામાં આવતું નથી. પરંતુ આ સિવાયના દિવસોમાં ટીપી શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે.