ETV Bharat / state

Rajkot News: શ્વાન તો ઠીક હવે તો વાંદરાએ બચકા ભર્યા, મહામહેનતે બેભાન કરાયો - Temple Rajkot

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પોશ વિસ્તારમાં અચાનક એક વાનર ઘસી આવ્યો હતો. એક સાત વર્ષના બાળકને ઇજા પહોંચાડી હતી. બાળકે બૂમાબૂમ કરતા વાનર મંદિરમાં ઘૂસી ગયેલો હતો. સ્થાનિકોએ તેને મંદિરમાં પૂરી દીધા બાદ તંત્ર દ્વારા તેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યો.

વાનરે મંદિર પાસે રમી રહેલા સાત વર્ષના બાળકને બટકું ભરી લેતા ઈજા, મંદિરમાં પુરાયેલ વાંદરાને બેભાન કરી રેસ્ક્યુ કર્યો

author img

By

Published : May 8, 2023, 12:34 PM IST

વાનરે મંદિર પાસે રમી રહેલા સાત વર્ષના બાળકને બટકું ભરી લેતા ઈજા, મંદિરમાં પુરાયેલ વાંદરાને બેભાન કરી રેસ્ક્યુ કર્યો

રાજકોટ: શહેરના એ.જી. સોસાયટી નજીક એક વાનર આવી ગયો હતો. આ વાનરે નજીકમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરની નજીક એક રમતા સાત વર્ષના સચિન નામના બાળકને પગમાં બટકું ભર્યું હતું. બાળકને બટકું ભરી લેતા બાળકને ઇજા થઈ હતી. જોકે બાળકે બુમાબુમ કરતા વાનર મંદિર અંદર પુરાઈ ગયો હતો. આ અંગે જાણ થતાં સ્થાનિકો દોડી ગયા હતા. વાનર મંદિરમાં આવતા તરત તેને પૂરી દેવામાં આવ્યો હતો. બાળકને પહોંચેલ ઇજા બાદ સ્થાનિકો દ્વારા લોહીલુહાણ હાલતમાં રહેલા સચિનને સારવાર માટે ખસેડી પ્રદ્યુમન પાર્ક ઝુને જાણ કરવામાં આવી હતી. મંદિરમાં પુરાયેલા વાંદરાને બેભાન કરી રેસ્ક્યુ કર્યો હતો.

"કાલાવડ રોડ પર આવેલી એ.જી. સોસાયટી વિસ્તારની અંદર અચાનક એક વાનર આવી ચડ્યો હતો. આ વાનર આ વિસ્તારમાં આવેલ ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર પાસે રમી રહેલા એક સાત વર્ષના બાળક પર આ વાનરે હુમલો કરી દેતા બાળકને ઇજા પહોંચી હતી. જેને લઈને ઇજાગ્રસ્ત બાળકે બૂમાબૂમ કરતા વાનર નજીકમાં આવેલા મંદિરમાં ઘૂસી જતા લોકોએ મંદિરની જાળી બંધ કરી દીધી હતી અને ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ખસેડી તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી વાનરને બહાર કાઢવામાં આવ્યો હતો"-- (સ્થાનિક આગેવાન ગીરીરાજ સિંહ રાઠોડ)

વિચિત્ર ઘટના સામે આવી: રાજકોટ શહેરનાં પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં એ.જી. સોસાયટી નજીક બપોરે અચાનક એક વાનર આવી ચડ્યો હતો. અચાનક આવી ચડેલા વાનરે મંદિર પાસે રમી રહેલા સાત વર્ષના બાળકને પગમાં બચકું ભરી લેતા તે બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. બાદમાં વાનર નજીકમાં આવેલા એક મંદિરમાં ઘુસી જતા અફરાતફરી સર્જાઇ હતી. જોકે આ અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા પ્રદ્યુમન પાર્ક ઝૂની ટીમ દોડી ગઈ હતી. આ વાનરને બેભાન કરી મહામહેનતે ઝૂ ખાતે ખસેડાયો છે.

આ પણ વાંચોઃ

  1. Rajkot News : રાજકોટ મનપાના ગાર્ડનમાં બેસતાં કોંગ્રેસ કાર્યાલયને અઠવાડિયામાં 50થી વધુ ફરિયાદ મળી
  2. Rajkot News: કચ્છડો બારેમાસ? નથી મળતું પાણી કે, ઘાસચારો પશુપાલકો પશુ સાથે રાજકોટ પહોંચ્યા
  3. Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ

ઘટના સ્થળ પર દોડી ગયા: રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં બનેલી આ ઘટના અંગેની જાણ થતા તુરંત પ્રદ્યુમન પાર્ક ઝુમાં ડો. હિરપરા અને તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા. આ ટીમની સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આવી પહોંચ્યો હતો. મંદિરમાં પુરાયેલ વાનરને મહામહેનતે બેભાન કરી રેસ્ક્યુ કર્યો હતો અને આ વાનરને પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે લઈ જવામાં આવ્યો છે. રાજકોટના અતિશય પોશ ગણાતા આ વિસ્તારમાં અચાનક વાનર ક્યાંથી આવ્યો તે અંગે કોઈ જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ પરંતુ સમયસર તેને રેસ્ક્યુ કરાતા સોસાયટીના રહીશોએ મનપાનાં અધિકારી અને તેમની ટીમ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમની કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.