ETV Bharat / state

Rajkot News: રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ, 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો - inedible cheese

રાજકોટમાં 1600 કિલો જેટલો ખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો છે. આ અખાદ્ય પનીર સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે. નકલી પનીરના રેકેટની કડીઓ તપાસવામાં આવી હતી. જેમાં ભાવનગરના મહુવાના મેસવાડ ગામથી પનીર આવ્યું હોવાનો ખુલાસો થયો છે.

રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ

author img

By

Published : May 2, 2023, 3:39 PM IST

રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ

રાજકોટ: આજના સમયમાં દરેક વસ્તુઓ ભેળસેળયુક્ત જ મળે છે. હળદર, ચોખા, દૂધ, જીરું આ તમામ વસ્તુઓ તો સમજ્યા પણ હવે આ ભેળસેળમાં પનીર પણ બાકાત રહ્યું નથી. લોકોને સૌથી વધારે મનપસંદ પનીરમાં પણ ભેળસેળ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટ ઢેબર રોડ ઉપર ભાડલા પેટ્રોલ પંપ નજીક થી આ પનીરનો જથ્થો બાતમીના આધારે ફૂડ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. તેને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે આ પનીરનો નમૂના લઇને લેબોરેટરી ખાતે પણ મોકલવામાં આવ્યો છે. ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ પનીર વનસ્પતિ ઘી માંથી બન્યું હતું. જેના કારણે તે ખાવા લાયક નહોતું. હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા જે વેપારીએ આ પનીરનો જથ્થો મંગાવ્યો હતો તેની પૂછપરછ પણ હાથ ધરી છે.

આ પણ વાંચો Rajkot News : બેવડી ઋતુમાં રાજકોટમાં રોગચાળો વકરવાની શક્યતાઓ, સાવચેતી માટે ડોક્ટરે આપી સલાહ

પનીરનો જથ્થો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના ઢેબર રોડ ઉપર ભાડલા પેટ્રોલ પંપ નજીક આવેલી એક દુકાનમાં દરોડા પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન દુકાનમાંથી અંદાજી 1600 કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા આ દુકાનમાં વેપારીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેને આ પનીરનો જથ્થો મહુવા રામકૃષ્ણ ડેરીમાંથી મંગાવ્યો હતો. પનીરના જથ્થાને રાજકોટની અલગ અલગ આઠ જેટલી નામાંકિત ડેરીઓમાં તેને સપ્લાય કરવાનો હતો. જો કે આ પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ ફૂડ વિભાગ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. હાલ આ મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ચોક્ક્સ બાતમી: ફૂડ વિભાગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી.આ મામલે રાજકોટ ફૂડ વિભાગના અધિકારી એવા ડો જયેશ વાકાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે' ફૂડ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી. જેમાં સામે આવ્યું હતું કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેસપર ગામના રામકૃષ્ણ ડેરી માંથી મોટા પ્રમાણમાં જથ્થો છે તે રાજકોટ ખાતે આવી રહ્યો છે. જેના આધારે વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી હતી. ત્યારે આ પનીરનો જથ્થો જેવો જ રાજકોટમાં આવ્યો તેવો ફૂડ વિભાગ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. આ પનીરનો જથ્થો અલગ અલગ જગ્યાએ સપ્લાય પણ થવાનો હતો. પરંતુ સપ્લાય થાય તે પહેલા જ ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ પનીરના જથ્થો 1600 કિલોગ્રામ જેટલો છે અને તેની બજાર કિંમત ત્રણ લાખથી વધુની છે.

આ પણ વાંચો Rajkot Suicide Case: પ્રેમી યુગલે સજોડે કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર જીવન પડતું મૂક્યું

રોગ થવાની શક્યતા: આરોગ્ય અધિકારીએ વધારેમાં જણાવ્યું હતું કે' પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પનીરનો જથ્થાના એક કિલોના રૂપિયા 190 લેવામાં આવતા હતા. જ્યારે આ પનીર દેખાવ ઉપરથી જોવા મળી રહ્યું છે કે તે ભેળસેળયુક્ત છે. આ પ્રકારનું અખાદ્ય પનીર આરોગવાના કારણે પેટની અને આંતરડાની બીમારીઓ થાય છે અને લાંબા ગાળે તે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.