- રાજકોટ રેન્જ IGનું ફેસબુક એકાઉન્ટ હેક
- ફેસબુક અકાઉન્ટ હેક કર્યા બાદ મિત્રો પાસેથી કરાઈ નાણાંની માંગણી
- સમગ્ર ઘટના મામલે સાયબર સેલને કામગીરી સોંપાઈ
રાજકોટઃ રાજકોટના રેન્જ IG સંદીપ સિંઘનું ફેસબુક આઈડી અજાણ્યા ઈસમો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. તેમજ આ ઈસમો દ્વારા રેન્જ IGના મિત્ર સર્કલ પાસેથી ફેસબુક એકાઉન્ટ મારફતે નાણાંની પણ માંગણી કરી હતી.
રેન્જ IG સંદિપ સિંઘનું ફેસબુક એકાઉન્ટ હેક
જો કે આ ઈસમો કોણ છે હજુ સુધી તે સામે આવ્યું નથી પરંતુ રેન્જ IG સંદીપ સિંઘ દ્વારા નજીકના મિત્ર વર્તુળને આ મામલે સતર્ક રહેવા માટેની જાણ કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાની વાત ચર્ચાઈ રહી છે. તેમજ આ મામલે સાયબર સેલને પણ કામે લગાડવામાં આવી છે.