ETV Bharat / state

Rajkot Rain : ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા, પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને કરાયા એલર્ટ

author img

By

Published : Jun 30, 2023, 5:14 PM IST

સૌરાષ્ટ્રનો મોટો ડેમ ભાદર 2માં નવા નીર આવ્યા છે. રાજકોટના ભૂખી પાસે આવેલા ભાદર ડેમમાં પાણીના પ્રવાહમાં વધારો થતાં ડેમના છ દરવાજા ખોલ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોને એલર્ટ કરાયા તેમજ સૂચનાઓ આપવામાં આવી છે.

Rajkot Rain : ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા, પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને કરાયા એલર્ટ
Rajkot Rain : ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા, પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને કરાયા એલર્ટ

ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા

રાજકોટ : ધોરાજી તાલુકાના ભુખી પાસેનો આવેલો ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ભયજનક સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે. પાણીના પ્રવાહમાં વધારો થતાં ડેમના છ દરવાજા 07:45am વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે, જેથી ડેમમાંથી 38,674 કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા છે.

આટલા ગામોને કરાયા એલર્ટ : ભુખી પાસેનો ભાદર-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ પોતાના રૂરલ લેવલ મુજબ સો ટકા ભરાઈ જતા ડેમના છ દરવાજા પાંચ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ 38,674 પાણી છોડવામાં આવેલું છે. તેથી ભાદરકાંઠાના ગામો તેમજ વિસ્તારના લોકોને પાણીના પ્રવાહમાં ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. - એન.સી. ખોરસિયા (નાયબ કાર્યપાલક ઈજનેર, ભાદર ડેમ)

ક્યા કેટલો વરસાદ : રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉપલેટામાં 451mm નોંધાયો છે, ત્યારે સૌથી ઓછો વરસાદ વીંછીયામાં 65mm પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 30 જૂન 2023ના રોજ સવારના 10:00pm વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની રાજકોટ કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી છે. આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 204 mm, રાજકોટ શહેરમાં 224mm, લોધિકામાં 271mm, કોટડા સાંગાણીમાં 160 mm, જસદણમાં 100 mm, ગોંડલમાં 174 mm, જામકંડોરણામાં 392 mm, ઉપલેટામાં 451 mm, ધોરાજીમાં 444 mm, જેતપુરમાં 321 mm, વિછીયામાં 65 mm વરસાદ પડ્યો છે.

  1. Gir Somnath Rain: ઉનામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર સ્થિતિ, ઠંડક પ્રસરતા લોકોમાં લીલા લહેર
  2. Bhavnagar Rain : એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મહિલાઓ બાળકો લૂંટી વરસાદની મજા
  3. Vadodara Rain : વડોદરામાં 2 કલાક ભારે વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા, બાળકોએ મસ્તીઓ લૂંટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.