રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે પક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. એવામાં નવા નવા ક્રાઈમ ઉદ્ભવી રહ્યા છે. ત્યારે શહેરમાં અંદાજિત 4 દિવસ પહેલા કોર્પોરેશન ચોક નજીકથી એક યુવતી સહિત બે જેટલા લોકોએ ટૂર એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં કામ કરતાં હાર્દિક ટાંક નામના યુવકને અપરણ કરીને તેની પાસે રહેલ સોનાના બિસ્કીટ સહિત રોકડા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જે સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જ્યારે પ્રથમ દ્રષ્ટિએ પોલીસને શંકા હતી કે આ એક નાટકીય બનાવશે. પરંતુ પોલીસે આ મામલે તપાસ કરી હતી અને અપહરણ તેમજ લૂંટનું નાટકના ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.
રોડક રૂપિયાની લૂંટ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના યુનિવર્સિટી રોડ ઉપર ટૂર એન્ડ ટ્રાવેલર્સની કંપની સાથે ગોલ્ડ સ્કીમનો વેપાર કરતા પ્રતિકભાઇ ચંદ્રકાંતભાઈ ભીમજીયાણીએ ફરિયાદ નોંધાવી હતી. તેમની ઓફિસમાં છેલ્લા પાંચેક વર્ષથી કામ કરતો હાર્દિક સુરેશભાઈ ટાંક નામનો કર્મચારીને સોની બજારમાં આવેલા પોતાના ભાગીદારની દુકાને અંદાજિત રૂપિયા પાંચ લાખ રોકડા આપવા અને બે જેટલા 100 ગ્રામના સોનાના બિસ્કીટ લાવવા માટે મોકલ્યો હતો. તે દરમિયાન હાર્દિક અચાનક ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ તેનો અન્ય નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં હાર્દિકે જણાવ્યું હતું કે તે મેટોડા જીઆઇડીસીમાં છે અને તેનું કોર્પોરેશન ચોકમાંથી એક યુવક અને યુવતી દ્વારા બાઈક અકસ્માત બાદ અપહરણ કરવામાં આવ્યું હતું. તેની પાસે રહેલ સોનાના બિસ્કીટ સહિત રોકડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
પ્રથમ દ્રષ્ટિએ શંકા: રાજકોટમાં આ પ્રકારનો ગુન્હો સામે આવતા સમગ્ર મામલે પોલીસને પ્રથમ દ્રષ્ટિએ શંકા લાગી હતી. જ્યારે મામલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વાયબી જાડેજા દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે ઘટનાને લઈને અલગ અલગ સીસીટીવી સહિતની બાબતો ચકાસવામાં આવી હતી. જેના આધારે સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે આ એક પ્રકારનું લૂંટ અને અપહરણનું નાટક કરવામાં આવ્યું છે. ત્યારે આ નાટક કરનાર આરોપી એવા હાર્દિક ટાંક હાલ ફરાર છે. જ્યારે પોલીસે બંટી બબલી એવા હસનેન રફીકભાઈ ભાસ અને કોમલબેન ધીરજગીરી ગોસાઈ પકડી પાડ્યા છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે હાર્દિક ટાંક નામના કર્મચારીને રૂપિયાની જરૂરિયાત હોય તેના કારણે તેને આ પ્રકારનું પોતાનું અપહરણ અને લૂંટનું નાટક કર્યું હતું. તેમજ આ કામ માટે કાજલ ગોસાઈને રૂ.2 લાખ આપવાનું નક્કી કર્યું હતું હાલ આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે ભેદ ઉકેલ નાખ્યો છે.