રાજકોટઃ જિલ્લામાં દિન-પ્રતિદિન ગાંજો ઝડપવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે ફરી એકવાર રાજકોટના કાલાવડ રોડ પરથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને SOGએ ઝડપી પાડ્યો છે.
રાજકોટ SOGને બાતમી મળી હતી કે, મોકાજી સર્કલથી કાલાવડ રોડ તરફ જ્યાં પ્રદ્યુમ્નગ્રીન સીટી સામે આવેલા ચાર રસ્તા પરથી સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ03 KH0847માં ગાંજાનો જથ્થો રાખીને તૈસિફ અહેમદ સમા નામનો ઈસમ નીકળવાનો છે. જેને લઈને SOGના માણસો વોચ રાખીને બેઠા હતા. તે દરમિયાન ઈસમ કારમાં ગાંજાનો જથ્થો લઈને નીકળતા SOGએ ઝડપી પાડ્યો હતો અને કારમાં રહેલા કોથળાને FSLના અધિકારીઓ સાથે રાખીને તપાસ કરતા તેમાં ગાંજાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. SOGએ 57.200 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કાર, મોબાઈલ સહિત રોકડ રકમ અને તૈસિફ નામના ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.