રાજકોટઃ રાજકોટ પોલીસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં જ આંધ્રપ્રદેશનો એક યુવાન રાજકોટ આવી પહોંચ્યો હતો. જ્યારે આ યુવાનને પોતાની સ્થાનિક ભાષા અને અંગ્રેજી ભાષા સિવાય અન્ય એક પણ ભાષા સમજાતી ન હોતી. તે બોલી શકતો ન હોતો. પરંતુ છેલ્લા એક મહિનાથી તે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આમથી તેમ ભટકતો હતો. તેમજ જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જતો હતો. ત્યારે આ યુવાન રાજકોટ પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક યુવાનના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. તેના પરિવારજનો સાથે પોલીસે આ યુવાનનું મિલન કરાવ્યું હતું.
આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા, દેવાદારના પુત્રનું કર્યું અપહરણ
રાજકોટ આવી પહોંચ્યો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશના નાલોદ જિલ્લાના સિધ્ધપુર ગામનો વેંકટેશ નામનો યુવાન પોતાની માતાના અવસાન બાદ ટ્રેન મારફતે અચાનક રાજકોટ આવી પહોંચ્યો હતો. તેમજ છેલ્લા એક મહિનાથી રાજકોટના અલગ અલગ વિસ્તારમાં તે ફૂટપાટ ઉપર રહેતો હતો. ભિક્ષુક જેવી જિંદગી જીવતો હતો. જ્યારે આ યુવાન અચાનક રાજકોટ પોલીસના નજરે ચડતા પોલીસે તેની સાથે વાતચીત કરી હતી. તેમજ તેનું મૂળ વતન ક્યાં છે અને તેના પરિવારજનો ક્યાં છે. તે તમામ બાબતોની માહિતી મેળવી હતી. ત્યારબાદ પોલીસે તેના પિતાનો સંપર્ક કર્યો હતો. અંતે પિતા પુત્રનું મિલન કરાવ્યું હતું.
આ પણ વાંચો Rajkot Crime : માત્ર 4 કલાક ચેકીંગ કરીને 65 દારૂડિયાઓને પકડી પાડ્યા
આંધ્રપ્રદેશથી પિતા આવ્યા: મે આ યુવાનને શહેરના અલગ અલગ વિસ્તારમાં ભટકતા જોયો હતો. જેને જોઈને મને લાગ્યું કે તે યુવાન આ વિસ્તારનો નથી. ત્યારબાદ હું તેને મળી અને તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અંગ્રેજી અને પોતાની સ્થાનિક ભાષા જ સમજતો હતો. જેના કારણે હું પણ મુંઝવણમાં મુકાઈ હતી. ત્યારબાદ મે આ યુવાનની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. પછી તેની પાસેથી ધીમે ધીમે તેના પરિવારજનો અને તેના મૂળ વતનની વિગતો જાણી હતી. અંતે અમે આંધ્રપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ યુવાનના પિતા સુધી પહોંચ્યા હતા--રાજકોટના મહિલા હેડ કોસ્ટેબલ રેણુકા ચૌધરી
રાજકોટ પોલીસની માનવતા મહેકી: સામાન્ય રીતે જોવા જઈએ તો પોલીસ શબ્દ સાંભળીને સમાન્ય લોકો પણ ડરતા હોય છે. પરંતુ પોલીસકર્મીઓના મનમાં પણ લાગણીઓ અને ભાવનાઓ હોય છે. જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે રાજકોટ પોલીસના હેડ કોસ્ટેબલ રેણુકા ચૌધરીના આ કામને રાજકોટ પોલીસે અધિકારીઓ દ્વારા પણ વધાવવામાં આવી રહ્યું છે.