રાજકોટ : હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લાના ગોંડલમાં એલસીબી ટીમના PI રાણા અને તેમની ટીમ દ્વારા શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા શ્રમિક અનેક ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ સહિતની રાશન કીટ આપવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ દ્વારા સૂચન કરાયું હતું કે, કોરોના પર વિજય મેળવવો હોય તો તમારે ઘરમાં જ રહેવું પડશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. આપ કે આપના પરિવારને કોઇ આકસ્મિક જરૂરિયાત પડે તો પોલીસ તંત્ર 24 કલાક ખડેપગે ઉભું છે.