રાજકોટ : વર્તમાન સમયની અંદર લોકો વધુ સાઇબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. લોકો છેતરપિંડીનો ભોગ બનતા નજરે પડે છે. આ બાબતની ગંભીરતા લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે દ્વારા સી-ટીમના માધ્યમથી સાઇબર ક્રાઇમ અટકાવવા માટે પ્લાન કરવામાં આવ્યો છે. તેમજ લોકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા જાગૃતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર આયોજન : આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ જણાવ્યું છે કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોની અંદર સી-ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 19 સી-ટીમની રચના કરવામાં આવી હોવાની વિગતો જણાવી છે. આખી ટીમની મુખ્ય કામગીરી અંગે જણાવતા તેમને માહિતી આપી હતી કે, ખાસ કરીને મહિલાઓ, બાળકો તેમજ સિનિયર સિટીઝનોની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોનું નિરાકરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. આ તકે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કુલ 22,000 જેટલા સિનિયર સિટીઝનો નોંધાયા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો : TDP Woman Leader Arrested : પોલીસ TDP મહિલા નેતાની કરી ધરપકડ, ચંદ્રાબાબુએ વખોડી કાઢી
સિટીઝનોના સંપર્ક કરશે : રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 11 એપ્રિલથી લઈને 22 એપ્રિલ દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસન સી-ટીમ સિનિયર સિટીઝનોના રહેણાંક મકાને જઈ અને તેમનો રૂબરૂ સંપર્ક કરશે. આ સી ટીમ દ્વારા સીનીયર સીટીઝનોને ખાસ માહિતી આપશે અને આ માહિતીઓની અંદર સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે માહિતીઓ જાણકારીઓ તેમજ તેમને કોઈ આ પ્રકારનો બનાવ બન્યો નથી. તે અંગેની માહિતીઓ મેળવશે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો : Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે
સાયબર ક્રાઈમથી બચાવવા : આ સાથે જ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચના પત્ર આપ્યું હતું. તેમજ સાયબર ક્રાઈમથી બચાવવા માટે સૌ કોઈને રૂબરૂ માહિતી આપવી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ અટકાવવા માટે સી-ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું રાજકોટ જિલ્લા પોલીસ જયપાલસિંહ રાઠોડ દ્વારા જણાવ્યું છે.