ETV Bharat / state

Rajkot News : સરદાર જયંતિની જાહેર રજા છતાં રાજકોટમાં ખાનગી સ્કૂલો ખુલ્લી રહેતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વીફરી - સ્કૂલ બંધ

રાજકોટ એનએસયુઆઈ દ્વારા રાજકોટની ખાનગી શાળાઓમાં વિરોધ કાર્યક્રમ જોવા મળ્યો હતો. બાળકોને આજે સરદાર જયંતિની જાહેર રજાના દિવસે શાળાએ શિક્ષણ માટે બોલાવાચાં હોવાની જાણ થતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વીફરી હતી અને ખાનગી શાળામાં પહોંચી સ્કૂલ બંધ કરાવવામાં આવી હતી.

Rajkot News : સરદાર જયંતિની જાહેર રજા છતાં રાજકોટમાં ખાનગી સ્કૂલો ખુલ્લી રહેતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વીફરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 2:14 PM IST

સ્કૂલ બંધ કરાવવામાં આવી

રાજકોટ : 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જાહેર રજા છે પરંતુ રાજકોટમાં કંઈક અલગ મહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે બોલાવવામાં આવ્યા હતાં. જેને લઈને આ વાતની જાણ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIને થતા NSUI દ્વારા આ સ્કૂલો બંધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે NSUI દ્વારા સ્કૂલોમાં જઈને રજૂઆત કરવામાં આવતા અંતે ખાનગી સ્કૂલો આજે જાહેર રજાના દિવસે બંધ રાખવામાં આવી હતી.

રાજકોટની ખાનગી સ્કૂલો દ્વારા તમામ જાહેર રજાઓમાં સ્કૂલો શરૂ રાખવાનો સિલસિલો જાણે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે જાહેર રજાના દિવસે સ્કૂલોમાં ચાલુ રાખવાની અનેક ફરિયાદો અમને મળી હતી. આપણી સ્કૂલોમાં ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના પાઠ ભણાવવામાં આવે છે. એવામાં સ્વાતંત્ર સેનાનીના જન્મ જયંતિ નિમિત્તે જાહેર રજા હોય છે. ત્યારે તેમને સ્કૂલોમાં બોલાવવામાં આવે છે. જેના કારણે તેની વિપરીત અસર વિદ્યાર્થીઓના માનસિકતા ઉપર પડે છે. મોટા ભાગે તમામ તહેવારો અને મહાપુરુષના જન્મ જયંતી નિમિત્તે જાહેરા રાખવી જોઈએ તેવો સરકારનો પણ પરિપત્ર છે છતાં પણ ખાનગી સ્કૂલો મનમાની કરીને વિદ્યાર્થીઓને જાહેર રજાના દિવસે શાળાએ શિક્ષણ કાર્ય માટે બોલાવવામાં આવી રહ્યા છે...રોહિત રાજપૂત (રાજકોટ એનએસયુઆઈ નેતા)

કઇ ખાનગી સ્કૂલો ખુલ્લી હોવાની ફરિયાદ મળી : વિદ્યાર્થી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આજે શહેરની ધોળકિયા સ્કૂલ, સર્વોદય સ્કૂલ, નોર્થ સ્ટાર સ્કૂલ સહિતની સ્કૂલો ખાનગી શાળાઓ દ્વારા જાહેર રજા નિમિત્તે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે બોલાવવામાં આવ્યા હતા. જેની અમને ફરિયાદ મળી હતી. જેના કારણે અમે પ્રિન્સિપાલને આ અંગેની રજૂઆત કરી હતી. જ્યારે પ્રિન્સિપાલે અમને પણ વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડી મૂકવાની ખાતરી આપી છે.

ડીડીઓની પ્રતિક્રિયા : જ્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી એવા સૌમેયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે તમામ વિસ્તારના અધિકારીઓ સાથે આ મામલે વાત કરી છે. તેમજ જે ખાનગી શાળાઓ ખુલ્લી છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અને આગામી દિવસોમાં આ પ્રકારની કોઈ ભૂલ ખાનગી શાળા કરશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  1. રાજકોટમાં ખાનગી સ્કૂલો બેફામ, ફી ભરો નહીંતર LC લઈ જાવ
  2. Rajkot Crime : રાજકોટમાં અંધશ્રદ્ધાએ ફૂલ જેવા બાળકનો ભોગ લીધો, 24 દિવસના બાળકને માતાએ જ ડામ આપતા મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.