ETV Bharat / state

Rajkot News : સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રના સ્વાસ્થ્ય માટે રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા - રાજકોટમાં બાલાજી મંદિર

સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રના સ્વાસ્થ્ય માટે રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતાં. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો. તેઓની મુંબઇની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે તેમના સ્વાસ્થ્યની કામના સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યાં હતાં.

Rajkot News : સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રના સ્વાસ્થ્ય માટે રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

author img

By

Published : May 3, 2023, 2:11 PM IST

સ્વામિનારાયણ સંતોએ હનુમાન ચાલીસા કર્યાં

રાજકોટ : સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના સ્વાસ્થ્ય માટે રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતાં. તાજેતરમાં જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇનસ્ટ્રોક આવતા તે હાલ સારવાર હેઠળ છે. ત્યારે મુખ્યપ્રધાનના પુત્ર અનુજ પટેલના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ થઈ રહી છે. એવામાં રાજકોટના બાલાજી મંદિર ખાતે આજે અનુજ પટેલના સારા સ્વાસ્થ્ય માટે હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા.

વહેલી સવારથી હનુમાન ચાલીસા શરુ કરાયા : બાલાજી મંદિર વહેલી સવારથી જ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો તેમજ ભક્તો પણ જોડાયા હતા અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇનસ્ટ્રોક આવતા તેઓ હાલ મુંબઈ ખાતે સારવાર હેઠળ છે. જેને લઇને તેમનું સ્વાસ્થ્ય વહેલાસર સારું થાય તે માટે આ પ્રકારનું આયોજન બાલાજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Gujarat CM Son: ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર શરૂ

સ્વામિનારાયણના સંતો જોડાયાં : આ મામલે બાલાજી મંદિરના કોઠારી એવા વિવેકસાગર સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના સુપ્રસિદ્ધ હનુમાન બાલાજી હનુમાન મંદિર ખાતે આજે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર એવા અનુજ પટેલને અચાનક બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે પ્રાર્થના સ્વરૂપે તેમની તબિયત વહેલાસર સુધરે તે માટે રાજકોટના બાલાજી મંદિર ખાતે જૂનાગઢ ખાતેથી પણ સંતો આવ્યા છે અને રાજકોટના સ્વામિનારાયણના સંતો જોડાયા છે અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જ્યારે આ હનુમાન ચાલીસાના પાઠ વહેલી સવારથી જ શરૂ કરવામાં આવ્યા હતા અને બપોર સુધી તેને ચાલુ રાખવામાં આવ્યા હતા. જેમાં સંતો મહંતો અને બાલાજી મંદિરના ભક્તો પણ જોડાયા હતા.

આ પણ વાંચો Rajkot News : બાલાજી મંદિરે મુખ્યપ્રધાને સફાઈ કર્યા બાદ સ્થાનિકોએ કહી મોટી વાત

અનુજ પટેલને આવ્યો હતો બ્રેઇનસ્ટ્રોક : રાજ્યના મુખ્યપ્રધાન એવા ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને અચાનક બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેમની તબિયત લથડી હતી. જ્યારે તેમને પ્રથમ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ ખાતે એર લિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે મુંબઈમાં તેમની સર્જરી કરવામાં આવી છે અને હાલ તેઓ સઘન સારવાર હેઠળ છે. એવામાં રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અનુજ પટેલની સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટના સુપ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી જ હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.