ETV Bharat / state

Rajkot Municipal Corporation : રાજકોટવાસીઓ પીવાના પાણી માટે નર્મદાના નીરના ભરોસે, મનપાએ સરકારને લખ્યો પત્ર ! - સૌની યોજના મારફતે નર્મદાના નીર આપવાની માંગ

ચાલુ વર્ષે રાજ્યભરમાં ચોમાસા દરમિયાન ખૂબ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. પરંતુ રાજકોટમાં સ્થિતિ કંઈક અલગ છે. રાજકોટ વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર હાલ શહેરના જળાશયોમાં રહેલો પાણીનો જથ્થો આખા વર્ષ માટે પૂરતો નથી. આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી સૌની યોજના મારફતે પાણી આપવા રજૂઆત કરી છે.

Rajkot Municipal Corporation
Rajkot Municipal Corporation
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 8:01 PM IST

રાજકોટવાસીઓને પીવાના પાણી માટે નર્મદાના નીરના ભરોસે

રાજકોટ : દેશમાં વિધિવત રીતે ચોમાસાએ વિદાય લીધી છે. એવામાં ચોમાસુ પૂર્ણ થતાની સાથે જ રાજકોટમાં ફરી પાણીની પારાયણ જોવા મળી રહી છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. તેમજ રાજકોટના ન્યારી ડેમ અને આજી ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાના નીર આપવાની માંગ કરવામાં આવી છે. જોકે હજુ શિયાળાની શરૂઆત પણ થઈ નથી અને ઉનાળો આખો બાકી છે. એવામાં મહાનગરપાલિકા દ્વારા સૌની યોજનાના નીર માગવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળા દરમિયાન ફરી રાજકોટમાં પાણીની સમસ્યા સર્જાય તો નવાઈ નહીં.

રાજકોટમાં પાણીની સ્થિતિ : રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને મેયર નયનાબેન પેઢડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આ વર્ષે વરસાદ ઓછો જોવા મળ્યો છે. જેના કારણે રાજકોટવાસીઓને પાણી માટે અન્ય સ્ત્રોતનો સહારો લેવો પડશે. ત્યારે કોર્પોરેશન દ્વારા સૌની યોજનાના નીર માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જ્યારે હાલમાં આજી ડેમ 1 ની સપાટી કુલ 29 ફૂટની છે. એવામાં હાલ ડેમમાં 24 ફૂટ જેટલું પાણી છે. ન્યારી ડેમ 1 માં કુલ સપાટી 25 ફૂટની છે. જેમાં 23 ફૂટ જેટલું હાલ પાણી ભરેલું છે. તેમજ ભાદર ડેમમાં 32 ફૂટ જેટલો પાણીનો જથ્થો ભરેલો છે. જે આગામી થોડા દિવસો માટે જ ચાલશે.

પાણીની સમસ્યા યથાવત : મેયરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની જનતાને વરસાદી પાણી ઓછું પડે તેવી શક્યતા છે. એવામાં રાજકોટમાં આગામી દિવસોમાં સમયસર અને નિયમિત પાણી મળતું રહે તે માટે રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે. હવે ચોમાસુ પૂર્ણ થઈ ગયું છે. એટલે કે ડેમોમાં પાણીની આવક ઓછી છે. જ્યારે આજી ડેમમાં 15 નવેમ્બર સુધી ચાલે તેટલો અને ન્યારી ડેમમાં 31 માર્ચ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો પડ્યો છે.

મનપા દ્વારા સરકારને રજૂઆત : આગામી દિવસોમાં રાજકોટવાસીઓને પાણી સમસ્યા ન પડે તે માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 માં એટલે કે આ વર્ષે રાજકોટમાં કુલ 25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જે અગાઉના વર્ષોમાં પડેલા વરસાદ કરતાં ખૂબ જ ઓછો માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટવાસીઓને નર્મદાના નીરના ભરોસે રહેશે.

  1. Rajkot News: મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી, કુલ રૂ.25 કરોડથી વધુના વિકાસકાર્યોને મંજૂરી અપાઈ
  2. Rajkot News: રાજકોટમાં મહાનગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડમાં જ બબાલ, કોંગ્રેસનું વોક આઉટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.