રાજકોટ : રાજકોટમાં આજે હેમુ ગઢવી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રોજગાર મેળો યોજાયો હતો. જ્યારે આ રોજગાર મેળામાં 200 કરતાં વધારે ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. એવામાં કેન્દ્રીય રેલવે પ્રધાન દર્શનાબેન જરદોશ સહિત ભાજપના નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ રોજગારી મામલે વિવાદિત નિવેદન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે યુપીમાંથી લોકોને કામ કરવા માટે અહીંયા બોલાવવા પડે છે. જ્યારે હવે આદિવાસી લોકો ખેતી કરતા થઈ ગયા છે. અહીંના ખેડૂતો ખેતી કરતા નથી. મારે ખુદને 300 વીઘા જમીન છે અને હું ખાતેદાર છું, પરંતુ હું પોતે ખેતી કરી શકતો નથી અને મારા સ્વજનો પણ ખેતી કરી શકતા નથી.
રોજગારી માટેની જે વાતો કરવામાં આવે છે તે સરકારી નોકરીની વાતો કરવામાં આવે છે, પરંતુ છેલ્લા દસ વર્ષમાં જેટલા મોલ બન્યા છે. તેમાં ખરેખરમાં સફાઈ કામદારો અને સિક્યુરિટી સ્ટાફની જરૂરિયાત રહે છે. નવા નવા અનેક કોમ્પ્લેક્સો બન્યા તેની સાફ-સફાઈ અને સિક્યોરિટી માટે પણ માણસોની જરૂરિયાત ઉભી રહે છે. એવામાં બીજી તરફ ખેતીમાં પણ ઘણું બધું કામ છે. ખેતરમાં ખેતી કામ કરવા માટે મજૂર પણ હાલમાં મળી નથી રહ્યા. લોકો માત્ર વાતો કરે છે કે નોકરી નથી, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી પર તમે જાવ તો ઓફિસમાં સ્ટાફની અછત જોવા મળે છે, એટલે ખાલી સરકારી આંકડાઓ બતાવીને કોંગ્રેસ અને વિરોધ પક્ષ માત્ર એવું સાબિત કરે છે કે દેશમાં બેરોજગારી છે. ખરેખરમાં આવી બેરોજગારી છે જ નહીં. - રાજ્યસભાના સાંસદ એવા રામ મોકરિયા
માણસોને યુપીમમાંથી કામ કરવા બોલવા પડે : રામ મોકરીયાએ જણાવ્યું હતું કે, NGO દ્વારા રોજગારીના આંકડા દર્શાવવામાં આવે છે, પરંતુ એનજીઓના લોકોએ ખરેખરમાં રોજગારી-બરોજગારી મામલે ગ્રાઉન્ડ રિયાલિટી પર જવું જોઈએ. જ્યારે રાજકોટમાં કેટલા બધા મોલ બન્યા છે. જેમાં કેટલા સફાઈ કામદારો આવ્યા છે, કેટલા સિક્યુરિટી વાળા આવ્યા છે. નવા નવા સિનેમા બન્યા છે, ત્યારે અહીંયા ઘણા લોકોને રોજગારી મળે છે. આ બધા માણસો દેશના અલગ અલગ વિસ્તારમાંથી જ અહીંયા આવે છે. આપણે અન્ય રાજ્યમાંથી લોકોને કામ કરવા માટે અહીંયા બોલાવવા પડે છે.
આદિવાસી ખેતિ કરે છેઃ આદિવાસી લોકો ખેતી કરતા થઈ ગયા છે. પરંતુ અહીંના ખેડૂતો ખેતી કરતા નથી. મારે ખુદને 300 વીઘા જમીનો ખાતેદાર છું, પરંતુ હું પોતે ખેતી કરી શકતો નથી અને મારા સ્વજનો પણ ખેતી કરી શકતા નથી. ત્યારે દેશમાં બેરોજગારી છે જ નહીં અને લોકોને જોઈએ એટલી નોકરી મળી રહે છે. જોકે સાંસદ રામ મોકરીયાનું રોજગારી મામલે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
Gujarat Assembly: રાજ્યમાં આજે પણ 2.70 લાખ શિક્ષિત બેરોજગાર, ખાનગી કંપનીઓ નથી કરતી નિયમોનું પાલન