રાજકોટ : ચાર દિવસ પહેલા શહેરના ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ. બીશ્નોઈ 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે આ મામલે CBI દ્વારા તેમના ઘર અને ઓફિસ ખાતે તપાસ કરવામાં આવી રહી હતી. જેને લઈને બીજા દિવસે સવારે જે.એમ. બિશ્નોઈએ ઓફિસના ચોથા માળેથી કુદકો મારીને આત્મહત્યા કરી લીધો હતો. જેને લઇને CBIની તપાસ અટકી હતી. ત્યારે હવે જે.એમ. બિશ્નોઈની ઓફિસમાંથી CBIને એક ડાયરી મળતા તપાસ તેજ કરી છે.
CBI પર હત્યાનો આરોપ : જ્યારે આ મામલે જે.એમ. બિશ્નોઈના પરિવારજનોએ CBI પર હત્યાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમજ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા પરિવારની માંગણી સ્વીકારવામાં આવતા અંતે પરિવારજનોએ જે.એમ. બિસ્મોઈની મૃતદેહ સ્વીકારો હતો. ત્યારે હવે ફરી આ કેસમાં CBI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જે.એમ. બિશ્નોઈની શંકાસ્પદ વ્યવહાર : સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જે.એમ. બિશ્નોઈની ઓફિસમાં તપાસ દરમિયાન એક મહત્વની ડાયરી મળી આવી છે. જેમાં રાજકોટમાં જે જે લોકો પાસેથી જે.એમ. બિશ્નોઈએ કામ કરવા માટેના પૈસા લીધા હતા. તેમની નામ વિગતો અને કેટલી રકમ લીધી હતી. તે તમામ વસ્તુઓ લખવામાં આવી છે. આ સાથે જે.એમ. બીશ્નોઈ આ પૈસા લઈને પોતાના ક્યા ક્યા ઉપરી અધિકારીઓને તે પૈસા આપતા હતા. તેની પણ માહિતી લખી હોવાનું સામે આવ્યું છે.
1 કરોડ CBIને હાથ લાગ્યા : હાલ CBI દ્વારા આ ડાયરી કબ્જે કરવામાં આવી છે અને તપાસ વધુ તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જે.એમ. બિશ્નોઈના ઘરે CBIની દરોડા દરમિયાન તેમના પત્ની અને પુત્ર પૈસાની સગેવગે કરતા નજરે પડ્યા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. તેમના ઘરથી રૂપિયાના બે પોટલા પણ મળી આવ્યા હતા. તેમાં અંદાજે રોકડા રૂ.1 કરોડ CBIને હાથ લાગ્યા હતા.
આ પણ વાંચો : Lawrence Bishnoi: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મળવા પહોંચી દિલ્હીની બે સગીરા, જાણો શા માટે
હાલ ઓફિસ બંધ રાખવામાં આવી : CBIની તપાસ બાદ જે.એમ. બીશ્નોઈ આત્મહત્યા કરી લેતા હાલ તેમની ઓફિસ બંધ રાખવામાં આવી છે. જ્યારે CBIની ઉચ્ચ અધિકારીઓની ટીમ હવે આ મામલે તપાસ શરૂ કરશે. જેને લઇને CBIના ઉચ્ચ અધિકારીઓની રાહ જોવાઇ રહી છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ જેવા જ રાજકોટ ખાતે પહોંચે ત્યારે તેમની હાજરીમાં જ જે.એમ. બિશ્નોઈની ઓફિસે ખોલવામાં આવશે અને ફરીથી તેમાં જે પણ પ્રકારના દસ્તાવેજો છે. તે તમામની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : Valsad Crime : સુરત પલસાણાના કોન્સ્ટેબલ વતી વચેટીયો તગડી રકમની લાંચ લેવા આવ્યો, વલસાડમાં એસીબીએ ઝડપી લીધો
ભ્રષ્ટાચારના અનેક આરોપો : રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઇન્ટ ઓફિસર CBIની હાથે લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, હજુ ચાર પાંચ મહિના પહેલા જ તેમની રાજકોટ ખાતે બદલી થઈ હતી. ત્યારે તેમના પર ભ્રષ્ટાચારના અનેક આરોપો પણ લાગ્યા હતા. જેને લઇને CBIની ટીમ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.