રાજકોટ: રાજકોટની 30 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે હિરાસર ગામ ખાતે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરાયું છે. એવામાં એરપોર્ટને ખુલ્લું મૂકયાના થોડા સમયમાં એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઉપર પાણીની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે ઘણો વિવાદ સર્જાયો હતો. એવામાં ફરી એરપોર્ટ ખાતે કર્મચારીઓની ભરતી પ્રક્રિયા મામલે વિવાદ થયો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉમેદવારોએ મચાવ્યો હોબાળો: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એર ઇન્ડિયા એરલાઇન્સની ભરતી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યારે કોઈ મુદ્દે ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ હોબાળાને લઈને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતા મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક અસ મામલો કાબુમાં લીધો હતો. જો કે ઉમેદવારોએ ક્યા કારણોસર હોબાળો મચાવ્યો હતો તે સ્પષ્ટ બહાર આવ્યું નથી પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એરપોર્ટ ઓથોરિટીએ નથી કર્યો ખુલાસો: સમગ્ર ઘટના મામલે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈપણ જાતનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યું નથી. પરંતુ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ બાદ વિવાદો સતત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ એરપોર્ટ કમ્પાઉન્ડ ખાતે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો હતો. આ સાથે જ એરપોર્ટ ખુલ્લું મૂક્યા ના થોડા સમયમાં જ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. એવામાં ફરી એકવાર ભરતી પ્રક્રિયા મામલે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.