મંગળવારના રોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે. જેને લઈને રાજકોટમાં પરશુરામ ગ્રુપના સભ્યો દ્વારા આ વર્ષે ઈશ્વરિયા મહાદેવ ખાતે કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજકોટ સહીત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભુદેવો ઉમટી પડશે.
મહત્વનુ છે કે, આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજય રૂપાણી તેમના ધર્મપત્ની સાથે ભગવાન પરશુરામના આર્શીવાદ લેવા માટે આવનાર છે. જેને પરશુરામ ગ્રૂપ દ્વારા જોરશોરથી તૈયારી કરવામાં આવી છે.