ETV Bharat / state

Heart Specialist: હવે સમય આવી ગયો છે લોકોએ CPR આપતા શીખી લેવું જોઈએ, હાર્ટ સ્પેશિયાલિસ્ટની સલાહ

વર્તમાન સમયમાં લોકોમાં વધતા હાર્ટ એટેકના બનાવના કારણે રાજકોટના હાર્ટ સ્પેશિયાલિસ્ટે લોકોને મહત્વની સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે લોકોએ CPR આપતા શીખી લેવું જોઈએ.

Heart Specialist: હવે સમય આવી ગયો છે લોકોએ CPR આપતા શીખી લેવું જોઈએ, હાર્ટ સ્પેશિયાલિસ્ટની સલાહ
Heart Specialist: હવે સમય આવી ગયો છે લોકોએ CPR આપતા શીખી લેવું જોઈએ, હાર્ટ સ્પેશિયાલિસ્ટની સલાહ
author img

By

Published : Mar 3, 2023, 9:25 PM IST

યુવાનોએ TMT રિપોર્ટ અચૂક કરાવવો જોઈએઃ ડોક્ટર

રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી રહી છે અને તેમાં લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. રાજકોટમાં જ સ્પોર્ટ્સની વિવિધ રમત રમતા વખતે મૃત્યુના 4 બનાવ સામે આવ્યા છે. જ્યારે સુરત અને અમદાવાદમાં પણ આ પ્રકારના બનાવો છેલ્લા એક અઠવાડિયામાં સામે આવ્યા છે, જેમાં ક્રિકેટ અથવા અન્ય કોઈ રમત રમતા યુવાનોને હાર્ટએટેક આવે છે અને મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ મામલે ETV દ્વારા વિખ્યાત હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. રાજેશ તૈલી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે આ પ્રકારના બનાવો રોકવા માટે પોતાના મંતવ્યો આપ્યા હતા.

આ પણ વાંચોઃ ECG Machine Rajkot: રાજકોટમાં હાર્ટ એટેકના કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકાયા

કોરોનામાં લોકોએ અતિશય તણાવનો સામનો કર્યોઃ ડૉ. રાજેશ તૈલીએ આ અંગે જણાવ્યું હતું કે, નાની ઉંમરમાં હાર્ટએટેક વધવાનું તારણ અમારું છેલ્લા 10-15 વર્ષથી ચાલ્યું આવે છે. જ્યારે આ અંગે ઘણા બધા હૃદય રોગના નિષ્ણાતો અને મેં પણ અનેક વક્તવ્ય આપ્યા છે કે, નાની ઉંમરમાં જે હાર્ટએટેક આવેલો છે. તેના માટે આપણી જીવનશૈલી જવાબદાર છે. તેમ જ છેલ્લા ઘણા સમયથી આ જે જીવનશૈલીનો ઉત્તરોત્તર તણાવ પણ હાલ વધતો જઇ રહ્યો છે, જેનું પરિણામ આપણે હાલ જોઈ રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. આપના બધાના મગજમાં સતત એક પ્રશ્ન હલ ઉદ્ભવે છે કે, શું કોવિડ કે કોવિડની વેક્સિન આના માટે જવાબદાર છે. જ્યારે લૉકડાઉન સમયે આપણે બધાએ અતિશય તણાવ જોયેલો છે. તેમ જ સહન કરેલો છે. જે તણાવનો પણ ફાળો અત્યારે હાર્ટએટેક અવવામાં ચોક્કસ ગણી શકાય છે.

યુવાનોએ TMT રિપોર્ટ અચૂક કરાવવો જોઈએઃ ડૉ. રાજેશ તૈલીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં એવું કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક તારણ નથી કે, આપણે હાર્ટ એટેક પાછળ કોવિડ અથવા કોરોનાની વેક્સિનને દોષિત ઠેરવી શકીએ. જ્યારે હાલ આપણે આમાં પડવાના બદલે વધુને વધુ યુવાનો હાર્ટએટેકના ભોગ બનતા રોકાય તે માટેનો પ્રયાસ કરવો જોઈએ, જેનો શ્રેષ્ઠ ઉપાય છે કે, દરેક યુવાનોએ ટેસ્ટ કરાવવો જોઈએ. આમાં ખાસ TMT રિપોર્ટ એટલે કે, એક્સરસાઈઝ ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જોઈએ. તેમ જ હું પણ દરેકે યુવાનોને આ ટેસ્ટ કરાવા માટેની અપીલ કરું છું. જ્યારે આ ટેસ્ટની સચોટતા 70 ટકા છે, પરંતુ જો આ ટેસ્ટ તમારો નોર્મલ આવે તો આપણે જાણી શકીએ છીએ કે, નજીકના ભવિષ્યમાં આપણી પર હાર્ટએટેકનું જોખમ ઓછું છે. જ્યારે હાલમાં આપણે જે સમસ્યા સામે લડી રહ્યા છીએ. તેનો શ્રેષ્ઠ ઉકેલ છે કે, તમામ લોકો પોતાના બ્લડ ટેસ્ટ કરાવી લે, સુગર રિપોર્ટ સહિતના ટેસ્ટ કરાવી લે, જેના કારણે આ સમસ્યાને આપણે રોકી શકીએ છીએ.

હૃદય પર ક્ષમતા કરતા વધુ બોઝો આવે તો હાર્ટએટેક આવેઃ તાજેતરમાં જ ગુજરાતના અલગ અલગ શહેરોમાં વિવિધ સ્પોર્ટ્સ રમતો રમતા રમતા નાની વયના યુવાઓને હાર્ટએટેક આવ્યો છે અને તેઓ મોતને ભેટ્યા છે. ત્યારે આ મામલે ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ બધા એક કિસ્સા છે કે, જેમાં હૃદયની ક્ષમતા કરતાં વધુ બોજો હૃદયને આપવામાં આવ્યો હોય અને આ પ્રકરણ કેસ બન્યા હોય, ત્યારે તાજેતરની જ ઘટનાની વાત કરીએ તો, કોઈ પણ વ્યક્તિ દૈનિક રીતે ક્રિકેટ નથી રમતા, પરંતુ કોઈક દિવસ ઉત્સાહમાં આવીને ક્રિકેટ રમવા જાય છે અને તેના હૃદય પર વધારે પડતો બોઝો આવે છે. ત્યારબાદ તેનું હૃદય બંધ પડી જાય છે. જ્યારે આ માટે હું રમતવીરોને અપીલ કરું છું કે, તેઓ જો દૈનિક આ પ્રકારની રમત રમતા હોય તો તેમને કોઈ પણ તકલીફ થવાની શક્યતા નહીંવત્ છે, પરંતુ અચાનક કોઈ રમત તમારે રમવાની શરૂ કરવી હોય તો ત્યારે તમારે તમારું શરીર અને હૃદય બંનેને સ્થિર રાખવું પડે છે અને પછી જ આ પ્રકારની રમત રમવી જોઈએ.

આ પણ વાંચોઃ Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત

લોકોએ CPR આપવાનું શીખવાની જરૂર: તબીબઃ તો હવે આજના યુગમાં નાની વયના લોકોને હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિનું હૃદય બેસી જાય અને હાર્ટએટેક આવે તે દરમિયાન આ વ્યક્તિના હાર્ટની જગ્યાએ છાતી પર માલિશ કરવી જોઈએ. તેમ જ તાત્કાલિક તેને સીપીઆર આપવું જોઈએ. ત્યારબાદ તેને એમ્બુલન્સમાં સારવાર અર્થે લઈ જવામાં આવે તો તેને ઘણો બધો લાભ થઈ શકે છે. આજના યુગ પ્રમાણે હવે મોટા પ્રમાણમાં લોકોએ CPR આપવાનું શીખી લેવું જોઈએ. આના કારણે કોઈ દિવસ જ્યારે કોઈ દર્દીને હાર્ટ એટેક આવે છે. ત્યારે તેનું હ્રદય બંધ થઈ જાય છે અને તેને છાતી ઉપર હૃદય પાસે માલિશ કરવા અથવા સીપીઆર આપવાના કારણે તેનું હૃદય બંધ થયું નથી અને તે હોસ્પિટલ સુધી પહોંચી જાય છે અને બચી પણ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.