રાજકોટ : સામાન્ય રીતે માર્ચ મહિના પછી ઉનાળાની શરૂઆત (Disease in Summer Season) થતી હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે. જેને કારણે રાજકોટમાં રોગચાળામાં (Epidemic in Rajkot) વધારો જોવા મળ્યો છે. જ્યારે શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા છે. પરંતુ સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : kesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા
શરદી - ઉધરસ - સામાન્ય તાવના કેસમાં વધારો - રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાની (Summer Sickness in Rajkot) વાત કરીએ તો સામાન્ય તાવના 138, શરદી ઉધરસના 297 અને ઝાડ ઉલટીના 102 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના તાવના 2 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ટાઇફોઇડ તાવના 0 અને મરડાના 0 કેસ નોંધાયા છે. જો કે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો હોય એમ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાયા નથી.
આ પણ વાંચો : Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો
બપોરે 1થી 5 કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું - રાજકોટમાં રોગચાળોને લઈને મનપાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું કે, સામાન્ય રીતે એપ્રિલના મહિનામાં ઉનાળો શરૂ થતો હોય છે. પરંતુ આ વર્ષે માર્ચની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું છે. તેને લઈને આ પ્રકારના વાતાવરણમાં સગર્ભા મહિલાઓ વૃદ્ધો અને નાના બાળકો ખાસ આરોગ્યનું (Seasonal Epidemic in Rajkot) ધ્યાન રાખવું જોઈએ. તેમજ કામ સિવાય બપોરે 1 થી 5 ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. જ્યારે આ પ્રકારના વાતાવરણમાં પાણી અને પ્રવાહી પદાર્થો પુષ્કળ પ્રમાણમાં આહારમાં લેવા જોઈએ.