ETV Bharat / state

રાજકોટના ખેડૂતોએ ચલો દિલ્હી આંદોલનને સમર્થન આપતા ધોરાજી અને ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું - new agriculture bill

ઉપલેટા ગુજરાત કિસાનસભા દ્વારા દિલ્હીમાં નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપી ધોરાજી અને ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદન પાઠવી ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.

દિલ્હીના આંદોલનને સમર્થન આપતા ધોરાજી અને ઉપલેટા મામલતદાર કચેરીએ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું

author img

By

Published : Dec 2, 2020, 4:47 PM IST

  • આ કાયદાઓ ખેડૂતોની માગ નથી
  • 22 જેટલા ખેત ઉત્પાદનોનો આવશ્યક ચીજવસ્તુઓના દરજ્જો રદ
  • ખેતપેદાશો પર ખાનગી કંપનીઓનું નિયંત્રણ વધ્યું
    રાજકોટના ખેડૂતોએ ચલો દિલ્હી આંદોલનને સમર્થન આપતા ધોરાજી અને ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ: રાજધાની દિલ્હીમાં ખેડૂતો જે રીતે નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ મહાઆંદોલન ચલાવી રહ્યા છે તેને રાજકોટના ખેડૂતો પણ સમર્થન આપી રહ્યા છે. કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છેે જેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન , APMC બજાર સમિતિ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટહુકમ તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર અને ખેતી મૂલ્ય આધારિત કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈપણ જાતની માગ કરેલી નથી. આ કાયદાઓ બનાવતા પહેલા ખેડૂત સંગઠનો પાસે કોઇપણ જાતના સૂચન કે અભિપ્રાય પણ મેળવેલા નથી તેમજ દેશના સંઘરાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરવામાં આવી નથી. આથી આ કાયદાઓથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પડશે.

દિલ્હીના આંદોલનને સમર્થન આપતા ધોરાજી અને ઉપલેટા મામલતદાર કચેરીએ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
દિલ્હીના આંદોલનને સમર્થન આપતા ધોરાજી અને ઉપલેટા મામલતદાર કચેરીએ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતા 22 ખેતઉત્પાદનો આવશ્યક ચીજવસ્તુઓના દરજ્જામાંથી કાઢી નખાયા

આ દરજ્જો નીકળી જતા કાયદાઓ પર સરકારનું નિયંત્રણ રહેશે નહી અને ખાનગી કંપનીઓનું પ્રભુત્વ વધશે. આ ખેત પેદાશોમાં કંપનીઓને ખુલ્લી છૂટ મળશે. આથી દેશના ખેડૂતોએ 22 જેટલી ખેતપેદાશો તે હાલ કંપનીઓના હવાલે કરી દીધી છે. આમ ભવિષ્યમાં ખાનગી કંપનીઓ દેશના ખેડૂતોનું ખુલ્લુ શોષણ કરશે અને ગરીબ ખેડૂતો બેહાલ થઇ જશે.

ધોરાજી-ઉપલેટાના ખેડૂતોએ ખેડૂત વિરોધી કાયદાઓને લઈને આવેદનપત્ર આપ્યું.

ગુજરાત કિસાનસભા અંતર્ગત ખેડૂતોએ ધોરાજી અને ઉપલેટાના જાહેર ચોકમાં એકઠા થઇ અને સૂત્રોચ્ચાર કરી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં સમર્થન આપવા તેમજ આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવા રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને બુધવારે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.