ETV Bharat / state

રાજકોટ જિલ્લા પંચાયતનું 24.25 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર - Rajkot Jilla Panchayat

રાજકોટ જિલ્લા પંચાયતમાં વર્ષ 2021-22 માટેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતે 24.25 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભૂપત બોદારે આ બજેટ રજૂ કર્યું હતું. બજેટ અંગે યોજાયેલી સામાન્ય સભામાં બજેટ રજૂ કર્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતનું 24.25 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર

author img

By

Published : Mar 26, 2021, 3:50 PM IST

  • જિલ્લા પંચાયતના નવા પ્રમુખે રજૂ કર્યું બજેટ
  • સામાન્ય સભાની બેઠકમાં બજેટને મળી મંજૂરી
  • જિલ્લા પંચાયતના નવા માળખાનું આ પહેલું બજે

આ પણ વાંચોઃ નવસારી જિલ્લા પંચાયતનું 2021- 22નું બજેટ હજાર કરોડને પાર

રાજકોટઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવા પ્રમુખ ભૂપત બોદારે વર્ષ 2021-22 માટે 24.25 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને સામાન્ય સભામાં મંજૂરી મળી હતી. જોકે, જિલ્લા પંચાયતના નવા માળખાના સભ્યોનું આ પહેલું બજેટ હતું.

સામાન્ય સભાની બેઠકમાં બજેટને મળી મંજૂરી
ગ્રામ પંચાયત માટે 22 લાખ તો તાલુકા પંચાયત માટે 5 લાખ રૂપિયાની જોગવાઈ

બજેટમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે 22 લાખ રૂપિયા, તાલુકા પંચાયત માટે 5 લાખ રૂપિયા અને વિકાસ કામો માટે 7 કરોડ અને 92 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સાધનો માટે અને શાળા કમ્પાઉન્ડ માટે તેમ જ રંગ કામ માટે 5 લાખ રૂપિયાની જોગવાઈની સાથે પીવાના પાણીની સુવિધા વધારવા માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જામનગર જિલ્લા પચાયતનું રૂપિયા 208.97 કરોડનું બજેટ, ચેકડેમ રિપેરીંગના કામોને પ્રાધાન્ય

બજેટમાં 23 જેટલા અલગ અલગ વિકાસ કામોનો સમાવેશ

આ ઉપરાંત 23 જેટલા અલગ અલગ વિકાસ કામોનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે તો ગામડાના તળાવો ઊંડા ઉતારવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સરપંચોને સ્વતંત્ર ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી છે. આ માટેની રાજ્ય સરકારને ભલામણ પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.