રાજકોટ: જિલ્લા કલેક્ટર રેમ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઇન થયા છે. જો કે, હજુ સુધી કલેક્ટર કોરોના પોઝિટિવ થયા છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પોતાના ઘરેથી જ ઓફિસનું મોટાભાગનું કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાજપના નેતાઓ અને રાજકારણીઓ કોરોના પોઝિટિવ આવતા હતા, પરંતુ હવે આઈએએસ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રેમ્યા છેલ્લા પાંચ મહિનાથી સતત કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હતા.