- વિંછીયા અને જસદણ તાલુકામા કુલ રૂપિયા 106.90 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું
- ફુલઝર ગામે અંદાજિત રૂપિયા 32 લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હૂત
- અંદાજિત રૂપિયા 74.04 લાખના ખર્ચે CC અને RCC રોડનું ખાતમુર્હૂત કરાયું
રાજકોટ : પશુપાલન અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાના વરદ હસ્તે વિંછીયા અને જસદણ તાલુકામા કુલ રૂપિયા 106.90 લાખના લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હૂત રવિવારના રોજ કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત વિંછીયા તાલુકાના ફુલઝર ગામે અંદાજિત રૂપિયા 32 લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હૂત, ATVT 2018-19ના વર્ષની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેના ટ્રેક્ટર તથા અંદાજિત રૂપિયા 74.04 લાખના ખર્ચે જસદણ નગર પાલિકાના જસદણ-વિંછીયા રોડના CC અને RCC રોડનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
પશુપાલન અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ કર્યું સંબોધન
છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય છે. જે અંતર્ગત આ વિસ્તારના લોકોને પેટા આરોગ્ય કેન્દ્ર, પીવાના શુદ્ધ પાણીની સુવિધા માટે સંપ, RCC અને પેવિંગ બ્લોક વાળા રસ્તા સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં જ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળ 'નલ સે જલ યોજના' અંતર્ગત વર્ષ 2022 સુધીમાં લોકોના ઘરે પાઈપલાઈન મારફતે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા સરકાર કટીબદ્ધ છે.
ખાતમુર્હૂત અને લોકાર્પણ પ્રસંગે સરપંચો અને આગેવાનો રહ્યા હાજર
ફુલઝર ગામના સરપંચ કાળુભાઈ ડેરવાડીયા, ઉપસરપંચ ડાયાભાઈ ઝાપડીયા, વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ડાભી, પ્રાંત અધિકારી પ્રિયાંક ગલ્ચર, તાલુકા વિકાસ અધિકારી વી. આર. રાબા, મામલતદાર આર. બી. ડાંગી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું.