ETV Bharat / state

રાજકોટ સાઇબર ક્રાઈમની સરાહનીય કામગીરી, એર કૂલિંગના વેપારીના રૂ. 21 લાખ પરત અપાવ્યા - cyber crime in rajkot

વધતા જતા ઇન્ટરનેટના ઉપયોગને પગલે સાઇબર ક્રાઈમને લગતી ગુનાખોરીમાં પણ અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો અવનવી રીતે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એર કૂલિંગના સ્પેરપાર્ટસનો વેપાર કરતા સંદિપભાઇ રૂ. 21 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Feb 9, 2021, 3:19 PM IST

  • સાઇબર ક્રાઈમની વધી રહી છે ઘટનાઓ
  • એર કૂલિંગના સ્પેરપાર્ટસના વેપારી બન્યા સાઇબર ક્રાઈમનો ભોગ
  • રાજકોટ સાઇબર ક્રાઈમે મેઇલ કરી રૂ. 21 લાખ પરત અપાવ્યા
    રાજકોટ
    રાજકોટ

રાજકોટ: રાજકોટના વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેરપાર્ટસનો વેપાર કરતા સંદિપભાઇ સાથે ઓનલાઇન છેતરપિંડી થઇ હતી. ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા જેમાં સંદીપભાઈએ 21 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ બાદમાં પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા તેમણે રાજકોટ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ
રાજકોટ
સંદિપભાઇનું મેઇલ ID હેક કરી રૂ. 21 લાખની કરી છેતરપિંડી

સંદીપભાઈ ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. જે દરમિયાન અજાણ્યા ઈસમોએ સંદિપભાઇનું મેઇલ ID હેક કરી પેમેન્ટ મળ્યું નથી તેવો મેઇલ કરી બીજા એકાઉન્ટ નંબરમાં રૂપિયા ટ્રાન્સફર કરો તેવું જણાવ્યું હતું આ બેંક અકાઉન્ટ પોર્ટુગલ દેશના લિસ્બન શહેરની નોવા બેંકા નામની બેંકનું હતું. તેમાં સંદિપભાઇએ 21 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે પછી પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા સાઇબર સેલમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક મેઇલ કરી રૂ. 21 લાખ પરત અપાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.