ETV Bharat / state

Rajkot Crime : નકલી એમએલએ બનીને ફરનારા રાજેશ યાદવને ઉપલેટા કોર્ટે શું ફટકારી સજા જૂઓ - સજા

ચકચારી નકલી એમએલએ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવી હતી. નકલી એમએલએનું બોર્ડ લઈને ફરનાર જૂનાગઢનો આરોપી રાજેશ જાદવ નકલી દસ્તાવેજમાં પણ માહિર નીકળ્યો હતો. ઉપલેટા કોર્ટે તેને કુલ છ વર્ષની જેલની સજા અને રૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો છે.

Rajkot Crime : નકલી એમએલએ બનીને ફરનારા રાજેશ યાદવને ઉપલેટા કોર્ટે શું ફટકારી સજા જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 5:51 PM IST

છ વર્ષની જેલની સજા અને રૂપિયા 40 હજારનો દંડ

રાજકોટ : રાજકોટની ઉપલેટા કોર્ટે નકલી સોલવંશી સર્ટિફિકેટ રજુ કરવાના પ્રકરણ કેસમાં જૂનાગઢ જિલ્લાના નામચીન આરોપીને રાજેશ જાદવને બે અલગ-અલગ કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ વીસ હજારનો દંડ ફટકાર્યો છે. જાણો શાતિર આરોપીની ગુનાહિત કહાની.

ઉપલેટાની કોર્ટમાં કેસ ચાલી ગયો : ઉપલેટા કોર્ટમાં ફોજદારી કેસના કામના આરોપીઓને ખોટું સોલવન્સી સર્ટીફીકેટ બનાવી તેમનો ખરા તરીકે ઉપયોગ કરીને ઉપલેટા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતું. આ બાબતમાં ઉપલેટા કોર્ટ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરવાની બાબત સામે આવી હતી. જેથી આ મામલાને લઈને સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર બાબતનો કેસની ઊંડાણપૂર્વક અને તટસ્થ રીતે પૂછતાછ અને તપાસ ચાલવામાં આવી હતી. ત્યારે આ કેસ ઉપલેટાની નામદાર કોર્ટમાં ચાલી જતા ઉપલેટા કોર્ટ દ્વારા નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરનાર જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સિમાસી ગામના આરોપી રાજેશ જયંતીભાઈ જાદવ નામના વ્યક્તિને બે અલગ-અલગ કેસની અંદર ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ અલગ-અલગ બન્ને કેસોની અંદર રૂપિયા 20-20 હજારનો દંડ ફટકાર્યો છે.

ઉપલેટા કોર્ટના મુખ્ય જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ દ્વારા ઉપલેટા કોર્ટમાં ચાલતા ફોજદારી કેસ નંબર 774/2015 અને ફોજદારી કેસ નંબર 775/2015 નો ગુનો ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. જેમાં આરોપીએ બોગસ સોલવંશી સર્ટીફીકેટ ઉપલેટા નામદાર કોર્ટમાં રજુ કરતા તેના વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસમાં ઉપલેટા કોર્ટના વિદ્વાન મુખ્ય જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ એ.એ. દવેએ દ્વારા આરોપી રાજેશ જયંતીભાઈ જાદવને બંને કેસોની અંદર ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 20-20 હજારનો દંડ ફટકારેલ છે. આમ આ આરોપીને કુલ છ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ચાલીસ હજારનો દંડ ફટકાર્યો છે... જે. એમ. ટાંક (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર )

ખોટું સોલવન્સી સર્ટીફીકેટ રજૂ કર્યું હતું : ઉપલેટા કોર્ટમાં ફોજદારી કેસ નંબર 920/2010 ના કામમાં આરોપી રાજેશ જયંતિ જાદવ દ્વારા ખોટું સોલવન્સી સર્ટીફીકેટ ખરા તરીકે રજૂ કર્યો હતો જેમાં રજૂ થયેલ સર્ટિફિકેટના આ મામલે ઉપલેટા કોર્ટ દ્વારા જુનાગઢ જીલ્લાના મેંદરડા મામલતદાર કચેરી ખાતે ખરાઈ કરવામાં આવી હતી. આ ખરાઈ કરતાં રજૂ કરવામાં આવેલ સર્ટિફિકેટ કચેરી તરફથી નહીં આપવામાં આવેલ હોવાનું માલૂમ પડ્યું હતું. કોર્ટમાં ખોટું સોલવંશી સર્ટીફીકેટ માલુમ પડતા આ મામલાની અંદર ઉપલેટા પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતની અંદર વર્ષ 2015 માં આ બાબતે આરોપી સામે IPC કલમ 406, 466, 467, 468, 471 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતનો કેસ ઉપલેટા કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ઉપલેટા કોર્ટના વિદ્વાન મુખ્ય જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ એ.એ. દવેએ આરોપી રાજેશ જયંતીભાઈ જાદવને સજા અને દંડ ફટકાર્યો છે.

પુરુષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું લખાણ : : આ આરોપી ખૂબ શાંતિર અને ચર્ચામાં રહેલ આરીપી છે જેમાં આ આરોપી થોડા સમય પહેલા જુનાગઢ-રાજકોટ હાઇવે ઉપર આવેલ સાબલપુર ચોકડી પાસેથી નકલી એમએલએ બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો હતો ત્યારે આ મામલે જુનાગઢ તાલુકા પોલીસે શંકાના દાયરાના આધારે કારમાં એમએલએની પ્લેટ જોઈ રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી ત્યારે તેમની પાસેથી પોલીસે વીઝીટીંગ કાર્ડ પણ કબ્જે કર્યું હતું જેમા તે પુરુષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું લખાણ હતું.

મૂળ વ્યવસાય ખેતી અને જમીનની લે વેચ : આ આરોપી રાજેશ જાદવ મૂળ જુનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના સીમાસી ગામનો રહેવાસી છે અને હાલ જુનાગઢના વાડલા ફાટક નજીકના વિસ્તારમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે. તેનો મૂળ વ્યવસાય ખેતી અને જમીનની લે વેચ હોવાનું જાણવા મળ્યું હતું. આ પૂર્વે પણ આ શખ્સ વિરુદ્ધ ગોંડલ અને ધોરાજીમાં સમુહલગ્ન દરમિયાન છેતરપિંડી કરી હોવાની પોલીસમાં અરજી દાખલ કરાઈ હોવાનું પણ સામે આવેલ હતું જેથી રાજેસ જાદવ વિરુદ્ધ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અનેક કિસ્સામાં સંડોવાયેલ આરોપી : આ જ આરોપીએ અગાઉ લીલી પરિક્રમા દરમિયાન પણ પુરુસોતમ સોલંકીના અંગત મદદનીશના વીઝીટીંગ કાર્ડ દ્વારા બાઈક પ્રવેશનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પણ પોલીસ દ્વારા પુરુષોત્તમ સોલંકી પાસેથી આ મામલે ચોકસાઈ મેળવવાની ગતિવિધિ હાથ ધરી અને ખરેખર તેમને જુનાગઢ જિલ્લાના અંગત મદદનીશ તરીકે નિમ્યો હતો કે નહી તે અંગેની પણ તપાસ કરી હતી. પરંતુ હાલ તો જૂનાગઢનો નકલી એમએલએ તેમજ અનેક કિસ્સામાં સંડોવાયેલ આરોપીને સજા ફટકારવામાં આવી છે ત્યારે આ આરોપી સામે કોઈ નક્કર કાર્યવાહી અને વધુ દાખલ સ્વરૂપ સજા ફટકારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

  1. Fake MLA GUJARAT : નકલી MLA બનીને ફરતા રાજેશ જાદવના વધુ કારસ્તાનો આવ્યા સામે, લોકોને આવી રીતે છેતરતો
  2. લો હવે.....જૂનાગઢથી નકલી ધારાસભ્ય ઝડપાયો, જાણો સમગ્ર મામલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.