રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ગંજીવાડામાં એક પ્રૌઢની યુવાને અને તેના કાકા તેમજ મિત્ર સાથે મળીને હત્યા કરી હતી. રાજકોટમાં હત્યાના બનાવ સામે આવતા તાત્કાલિક થોરાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad Crime: દારૂના નશામાં પતિએ શરીરસુખ માણવા દબાણ કર્યુ, ના પાડતા દિવાલમાં માથા ભટકાડ્યા
માતાને ભગાડી જનાર પ્રેમીની હત્યા: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ધોરણા વિસ્તારમાં સલીમ ઓડિયા નામના પ્રૌઢની અવેશ ઓડિયા નામના યુવકે પોતાના કાકા અને મિત્ર સાથે મળીને હત્યા કરી નાખી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સલીમ 8 વર્ષ પહેલાં અવેશની માતાને ભગાડી ગયો હતો. ત્યારે સલીમ છેલ્લા એકાદ વર્ષથી નવાગામ ખાતે રહેતો હતો. એવામાં આજે કોઈ કામ અર્થે પોતાના જૂના ઘર પાસે આવ્યો હતો. અવેશ અને તેના કાકા તેમજ મિત્રએ જેવો જ સલીમને જોયો હતો ત્યારે તેના પર તૂટી પડ્યા હતા અને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Vadodara Crime : ચોરીનો બનાવ અટકાવવા વિધર્મીએ સિક્યુરિટીને હથિયારના ઘા ઝીંકી કરી હત્યા
એક આરોપીની ધરપકડ: પોલીસની પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે કે સલીમ જ્યારે અવેશની માતાને લઈને ભાગ્યો હતો. ત્યારથી તે ડરના માહોલમાં રહેતો હતો અને છેલ્લા એક વર્ષથી તે નવાગામ ખાતે રહેતો હતો. ત્યાં પણ અવેશ તેને મારશે તે બીકે રહેતો હતો. ત્યારે આજે અચાનક તે થોરાળા વિસ્તારમાં આવ્યો હતો. ત્યારે અવેશ અને તેના કાકા તેમજ મિત્ર દ્વારા સલીમની જાહેરમાં જ છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.