ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં ભાજપ નેતાના પુત્રએ બાળકી સાથે કર્યા અડપલાં, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો - બાળકી

રાજકોટમાં પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો મામલો બહાર આવ્યો છે. આ મામલાએ રાજકોટ ભાજપમાં પણ ભારે ચર્ચા જગાવી છે, કારણ કે આરોપી ભાવિન વિજય કારીયા રાજકોટ ભાજપના સાંસ્કૃતિક સેલ સહકન્વીનર વિજય કારીયાનો પુત્ર છે. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Rajkot Crime : રાજકોટમાં ભાજપ નેતાના પુત્રએ બાળકી સાથે કર્યા અડપલાં, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 8:37 PM IST

ભાજપના નેતાના પુત્રની ધરપકડ

રાજકોટ : રાજકોટમાં વધુ એકવાર એક બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસે આરોપી એવા ભાજપના નેતાના પુત્રની ધરપકડ કરી છે. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ધોરણ 5ની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના સામે આવ્યા બાદ ભારે ચકચાર મચી જવા પામે છે. દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

ગઈકાલે ધોરણ 5માં અભ્યાસ કરતી નાની બાળકી સાથે અડપલા કર્યા બાદ તેના ઉપર દુષ્કર્મનો પ્રયાસ થયાની ઘટના સામે આવી હતી. જે મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ મામલે પોલીસે ભાવિન ઉર્ફ પિન્ટુ વિજય કારિયા નામના આરોપીની ધરપકડ કરી છે. તેમજ તેના વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ભાવિન કારીયા ઇવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલો છે. જ્યારે હાલ પોલીસ દ્વારા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે...બી.વી. જાધવ (એસીપી, ભક્તિનગર પોલીસ મથક)

આરોપી ભાજપના નેતાનો પુત્ર : પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભાજપ નેતાના પુત્ર છે. આરોપી ભાવિન રાજકોટ ભાજપના સાંસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારીયાનો પુત્ર છે. તેમજ આરોપી હાલમાં ઈવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલો છે અને અપરણિત છે.

આરોપીની ધરપકડ : રાજકોટ ભાજપના નેતાના પુત્ર દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડપલા કર્યા બાદ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની આ ઘટના સામે આવ્યા બાદ શહેરીજનો અને શહેર ભાજપમાં ખળભળાટ જોવા મળ્યો છે. એવામાં ભક્તિનગર પોલીસ દ્વારા હવે આ મામલે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં ગુનો નોંધીને મામલાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime : રીક્ષાચાલકે 8 વર્ષની બાળકીને લાલચ આપી અડપલાં કર્યાં, રીક્ષાના કારણે રાંદેર પોલીસે પકડ્યો
  2. Surat Crime: વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો
  3. દિવ્યાંગ બાળકી સાથે અડપલાં કરનારા નરાધમની ધરપકડ, POCSO હેઠળ નોંધાયો ગુનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.