ETV Bharat / state

Rajkot Crime: જુદા જુદા વિસ્તારમાં થયેલી 13 ચિલઝડપનો ભેદ ઉકેલાયો, 2 શખ્સોની ધરપકડ - Rajkot Crime police arrested t

રાજકોટમાં થયેલ 13 ચિલઝડપનો ભેદ ઉકેલાયો છે. જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં વધુ કેટલાક વધુ ચીલઝડપના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં જ આ પ્રકારના 13 બનાવને અંજામ આ બન્ને આરોપી દ્વારા આપવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Rajkot Crime: રાજકોટમાં થયેલ 13 ચિલઝડપનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

author img

By

Published : May 2, 2023, 1:04 PM IST

રાજકોટમાં થયેલ 13 ચિલઝડપનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

રાજકોટ: રાજકોટમાં સતત ક્રાઇમ વધી રહ્યો છે. પોલીસ સતત ક્રાઇમને ઓછો કરવા માટે પ્રયત્ન કરી રહી છે. હાલ તો લોકલ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં થયેલી ચીલઝડપના ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવ્યા છે. જ્યારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને બેલડી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 13 જેટલી ચીલ ઝડપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે હાલ આ બંને શખ્સો વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં આગામી દિવસોમાં વધુ કેટલાક વધુ ચીલઝડપના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બંને ઈસમ પાસેથી ચોરીના રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

આ પણ વાંચો Rajkot News : બેવડી ઋતુમાં રાજકોટમાં રોગચાળો વકરવાની શક્યતાઓ, સાવચેતી માટે ડોક્ટરે આપી સલાહ

ગંભીરતા દાખવવી: રાજકોટમાં છેલ્લા એક વર્ષથી ચીલઝડપ કરતા હતા. આ મામલે વધુ વિગતો આપતા રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ વર્ષમાં ચીલઝડપના ઘણા બધા બનાવો સામે આવ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ આ મામલે પોલીસ દ્વારા પણ ગંભીરતા દાખવી હતી. આ ચીલઝડપના આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેને લઈને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ચીલઝડપનો એક આરોપી રાજકોટ શહેરમાં ચોરીના મુદ્દા માલ વેચવા માટે આવી રહ્યો છે. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેવો જ આરોપી સોનાની ચેન વેચવા માટે આવ્યો ત્યારે તેને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Gujarat Weather : રાજકોટ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, યાર્ડમાં પલળ્યો પાક

ઘટનાને અંજામ: બન્ને આરોપી જામનગર જિલ્લાના વતની છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચીલ ઝડપ મામલે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં આસિફ વલીભાઈ ખેરાણી અને ગોવિંદ કુરજીભાઈ ધામેચા નો સમાવેશ થાય છે. જ્યારે આ બંને આરોપી મૂળ જામનગર જિલ્લાના રહેવાસી છે. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આસિફ છેલ્લા એકાદ વર્ષથી ચીલઝડપની કામગીરી કરતો હતો. જ્યારે અગાઉ તે મચ્છી ના ધંધા સાથે સંકળાયેલો હતો. તેને મચ્છીના ધંધામાં નુકસાન જતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. તેમજ તે અવારનવાર જામનગરથી આવતો અને રાજકોટના શીતલ પાર્કમાં અલગ અલગ વિસ્તારમાં ચીલઝડપની ઘટનાને અંજામ આપતા હતા. છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં જ આ પ્રકારના 13 બનાવને અંજામ આ બન્ને આરોપી દ્વારા આપવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.