રાજકોટ: ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનોદભાઈ ઘેરવડા દ્વારા RSS વિરૂધ્ધની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર મૂકવામાં આવી હતી. વાયરલ થયેલ પોસ્ટમાં "જો નીડર થે વો જંગ મેં ગયે, જો કાયર થે વો સંઘમે ગયે" આવી પોસ્ટ મુકતા આક્રોશ ફેલાયો છે. આ વાયરલ વીડિયો બાદ હિન્દુ સંગઠનનોમાં રોષ શાંત ન થતા ઉપલેટા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનોદભાઈ ઘેરવડા સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
"હાલ સમગ્ર મામલે વધુ પૂછતાછ અને તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનોદભાઈ ઘેરવડા સામે આઇપીસી કલમ 295(ક), 505 તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ-2000 ની કલમ 67 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.."-- કે.કે. જાડેજા (ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ)
ફરિયાદ કરનારે શુ કહ્યું: આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર કૌશલભાઈ સુરેશભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા છે. વર્ષ 2017 થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા તાલુકાના કાર્યવાહક તરીકેની જવાબદારી સંભાળે છે. ગત તારીખ 17-08-2023 ના રોજ તેઓ પોતાનું ફેસબુક એકાઉન્ટ જોતા હતા. તે દરમિયાન તેમને ધ્યાનમાં આવ્યું કે ઉપલેટાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનોદભાઈ ઘેરવાળા કે જેઓનું ફેસબુક એકાઉન્ટ Vinodbhai Captain Ghervada ના નામથી ચલાવે છે. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આબરૂને નીચી પાડવા માટેની એક પોસ્ટ મૂકી છે.
વીડિયો વાયરલ કર્યો: વધુમાં જણાવ્યું કે, પોસ્ટની અંદર "જો નીડર થે વો જંગ મેં ગયે, જો કાયર થે વો સંઘમે ગયે" લખેલી અશ્લીલ પોસ્ટ કરી રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનું ચારિત્ર બગડે તેવો વીડિયો વાયરલ કરેલ છે. આ પોસ્ટ મૂક્યા બાદ ઘણા બધા લોકો વ્યથિત થયા છે. તેવું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જેથી આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આ બાબત સામે આવતા ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનોદભાઈ ઘેરવડાનું રાજીનામું લેવડાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.