ETV Bharat / state

Rajkot Crime : જેતપુરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીનો મામલો હત્યામાં ફેરવાયો, આરોપીને પોલીસે દબોચ્યો - Jetpur Police

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરપ્રાંતીય મજૂરો વચ્ચે કોઈ બાબતે થયેલી બબાલમાં એક યુવકે બીજા યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે આ મામલે પોલીસે હત્યાના આરોપીની અટક કરી તપાસ શરુ કરી છે. જાણો વિગતો આ અહેવાલમાં...

Rajkot Crime
Rajkot Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 11:19 AM IST

જેતપુરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીનો મામલો હત્યામાં ફેરવાયો

રાજકોટ : જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક સાડીના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને વગર વાંકે અન્ય પરપ્રાંતીય મજૂરને ગાળો બોલતો હતો. જેમાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા મારી યુવકની ઘાતકી હત્યા કરી છે. આ હત્યાની ઘટનામાં પોલીસે હત્યાને અંજામ આપનાર શખ્સને તાત્કાલિક ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

નજીવી બાબતે બબાલ : હત્યાનો આ બનાવમાં જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં રાત્રીના આશરે સાડા અગિયાર આસપાસ બન્યો હતા. મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર વર્મા, સૂરજ અને લાલારામ એમ ત્રણેય પરપ્રાંતીય શખ્સો કારખાનામાં સાથે બેઠા હતા. ત્યારે અન્ય સાથી મજૂર ઉત્તમ શર્મા ત્યાં આવ્યો અને સૂરજને કોઈ કારણ વગર ગાળો બોલવા લાગ્યો હતો.

આરોપીએ કર્યો જીવલેણ હુમલો : આ બબાલ વખતે 18 વર્ષીય શ્રવણ વર્મા નામનો યુપીનો પરપ્રાંતીય મજૂર વચ્ચે પડી ઉત્તમને ટોક્યો હતો કે, સૂરજને કોઈ પણ વાંક વગર ગાળો શું કામ આપે છે. આવું કહેતા ઉત્તમ ઉશ્કેરાઇને શ્રવણ સાથે ઝઘડો કરવા લાગ્યો અને તેને પણ ગાળો આપવા લાગ્યો હતો. શ્રવણે ગાળો બોલવાની ના પાડતાં જ ઉત્તમ આગ બબુલો થઈ ત્યાં જ પડેલ છરી હાથમાં લઈ શ્રવણ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક ઘા પડખામાં અને બીજો ઘા બેઠકના ભાગે માર્યો હતો. ત્યારે એટલામાં ત્યાં રણજીત વર્મા નામનો શખ્સ આવી ગયો અને તેણે હુમલાખોર ઉત્તમથી શ્રવણને બચાવવા વચ્ચે પડતા તેને પણ હાથના ભાગે એક ઘા મારીને હુમલો કરનાર ઉત્તમ ત્યાંથી નાસી ગયો હતો.

મારામારીમાં થઈ ગઈ હત્યા : હુમલાની આ ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રવણને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવમાં જેતપુર શહેરના ઉદ્યોગનગર પોલીસે ફરીયાદી જીતેન્દ્ર વર્માની ફરિયાદ પરથી આરોપી ઉત્તમ શર્મા સામે IPC 302, 324, 504 તથા એસ્ટ્રોસિટી એક્ટ 3(1), આર,એસ, 3(2),5 તથા GP એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કરી હત્યા કરનારની ધરપકડ કરી છે.

એક યુવક ઈજાગ્રસ્ત : આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવક રણજીત વર્માએ જણાવ્યું છે કે, જમવાની બાબતમાં બબાલ સર્જાઈ હતી. જેમાં નશાની હાલતમાં બંને લોકો વચ્ચે બબાલ થઈ હતી અને ગાળાગાળી થઈ હતી. જેથી આ બાબતમાં ઉત્તમે શ્રવણને છરીના ઘા મારી દીધા છે.

હત્યારો ઝડપાયો : આ બાબતમાં માહિતી આપતા જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, કારખાનામાં એક બનાવ બન્યો છે. જેમાં શ્રવણ વર્મા નામના એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં અન્ય એક ઉત્તમ વર્મા સાથે જમવાનું બનાવવાની બાબતમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં ઉત્તમ વર્માએ મૃતક શ્રવણ વર્માને છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારે વધું લોહી નીકળી જતા યુવકનું મોત થયું છે. આ બનાવમાં હત્યા કરનારને પોલીસે ઝડપી લીધો છે.

  1. Jetpur Woman Constable Suicide Case: જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલો, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ યોગ્ય તપાસની આપી સૂચના
  2. Jetpur News: બબાલ કરનારાને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો, ફરિયાદ થઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.