ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાંથી બોગસ એલસી આપવાનું કૌભાંડ ઝડપાયું

રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નકલી એલસી કાઢવા મામલામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બહુમાળી ભવનના જનસેવા કેન્દ્રમાં બક્ષી પંચનો જાતિનો દાખલો કઢાવવા આવેલા અરજદાર થોડીવારમાં ફેરફાર કરેલું એલસી લઇને આવતાં અધિકારી ચોંક્યાં હતાં અને તપાસ કરતાં મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

Rajkot Crime : રાજકોટમાંથી બોગસ એલસી આપવાનું કૌભાંડ ઝડપાયું
Rajkot Crime : રાજકોટમાંથી બોગસ એલસી આપવાનું કૌભાંડ ઝડપાયું
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 8:53 PM IST

તપાસ કરતાં મામલાનો ઘટસ્ફોટ

રાજકોટ : હાલમાં ગુજરાતમાં જને નકલી વસ્તુઓ ઝડપવવાનો ટ્રેન્ડ ચાલે છે તેમાં એક બાદ એક નકલી વસ્તુઓ જેવી કે નકલી સરકારી ઓફિસ, નકલી ટોલનાકુ, નકલી IPS અધિકારી સહિતના કૌભાંડ ઝડપાય છે. એવામાં રાજકોટમાંથી નકલી LC કાઢવાનું કૌભાંડ ઝડપાયું છે. જ્યારે સમગ્ર મામલે રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. બહુમાળી બિલ્ડીંગ નજીક રૂ.3500 લઈને આ બોગસ એલસી કાઢી આપવામાં આવતું હોવાનું હાલ સામે આવ્યું છે. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

બોગસ એલસીથી જાતિનો દાખલો કઢાવા આવ્યા : જ્યારે સમગ્ર મામલે રાજકોટ વિકસતી જાતિના નાયબ નિયામક જે.એમ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારના સમયે બહુમાળી ભવનના જનસેવા કેન્દ્ર ખાતે એક અરજદાર જાતિના દાખલા માટે આવ્યા હતા. જેમના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકિયા જાતિ લખેલી હતી. તેના આધારે બક્ષી પંચનો જાતિનો દાખલો નીકળે નહીં આ માટે તેમને જાતિનો દાખલો કાઢી આપવાની ક્લાર્ક દ્વારા ના પાડવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ફરી વખત અડધા કલાક બાદ કેન્દ્ર ખાતે આવ્યા હતા અને આ વખતે તેઓ LCમાં અન્ય જ્ઞાતિ લખેલું લઈને આવ્યા હતાં. જેના માટે અમને તેના પર શંકા ગઈ હતી અને અમે તેની પૂછપરછ કરી હતી કે તે આ એલસી ક્યાંથી લઈને આવ્યો છે. ત્યારે તેને બહુમાળી ભવન નીચે બેસતા પુરોહિતભાઈ પાસેથી અંદાજિત રૂ.3500માં બે LC લઈને અહી આવ્યા હતા તે વાત સામે આવી હતી.

ચાર શખ્સોની કરવામાં આવી અટકાયત : નાયક નિયામકે પુરોહિત નામના શખ્સની વધુ પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું હતું કે આ બંને LC તેને જ અરજદાર અને તેના પુત્રના નામના કાઢીને આપ્યા હતાં. જ્યારે અરજદારના પુત્રનું LC કલ્યાણપુર તાલુકાનું હતું અને પિતાનું LC મહુવા તાલુકાનું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અરજદાર અને તેના પુત્રને અમે પૂછ્યું કે તેઓ ખરેખર આ શાળામાં ભણ્યા છે તો તેમને કોઈ પણ અભ્યાસ આ શાળાઓમાં કર્યો ન હોવાનું જાણવા મળ્યું છે. તે બંને રાજકોટમાં જ રહેતાં હતાં. બીજી તરફ પુરોહિત નામના શખ્સને પૂછતા તેને આ બોગસ એલસી યોગેશ નામના શખ્સે આપ્યું હોવાનું ખુલ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા 4 શખ્સોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Recruitment Scam: પરીક્ષા પહેલાં એપોઇન્ટમેન્ટ લેટર? ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં કૌભાંડની તપાસની માગ કરતા યુવરાજસિંહ જાડેજા
  2. Fake Notes in Navsari : ચીખલીમાં ઘેરબેઠાં નકલી નોટ છાપતાં યુવકની ધરપકડ, એસઓજી પોલીસે ઝડપ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.