ETV Bharat / state

રાજકોટમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો, મનપા આરોગ્યતંત્ર કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ને લઇ થયું સજજ

કોરોનાના નવા વેરિયન્ટ જેએન1ના કેસોની ચિંતા વચ્ચે રાજકોટ મનપામાં પણ સતર્કતા વધારાઇ છે. રાજકોટમાં એક મહિલા કોરોના પોઝિટિવ આવી છે. ત્યારે આરોગ્યતંત્ર દ્વારા શા પગલાં લેવાઇ રહ્યાં છે જૂઓ.

રાજકોટમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો, મનપા આરોગ્યતંત્ર કોરોનાના નવા વેરિયન્ટ જેએન1ને લઇ થયું સજજ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 2:29 PM IST

આરોગ્યતંત્ર દ્વારા પગલાં લેવાયા

રાજકોટ : રાજકોટમાં ગઈકાલે કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. જેને લઇને હવે મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સજજ થયું છે. જો કે સરકારના નિયમ અનુસાર પોઝિટિવ કેસની વિગતો રાજકોટ મનપા દ્વારા સત્તાવાર આપવામાં આવી નથી પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા શહેરમાં ટેસ્ટિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોને પણ શિયાળના વાતાવરણ દરમિયાન સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.

રેપિડ ટેસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ : શહેરમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઇ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં રેપિડ ટેસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જ્યારે કોઈ પણ દર્દીને કોરોના લક્ષણ જણાય તો તેઓ આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરાવી શકે છે. આ ઉપરાંત સરકારની સૂચના અનુસાર ચાર પાંચ દિવસ પહેલા જ રાજકોટ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ દવાઓ, રેપિડ અને RTPCR ટેસ્ટ, ઓકસીજન, દર્દીઓના બેડ, દવાઓ, હોસ્પિટલ સ્ટાફ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે કોરોના નવા વેરિયન્ટ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈ સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અમારી આરોગ્ય વિભાગની ટીમ કોરોનાં કેસ મામલે સતર્ક છે...( ડો. જયેશ વાંકાણી, આરોગ્ય અધિકારી, મનપા)

52 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો : આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા શરદી ઉધરસ અને તાવના દર્દીઓનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ જરૂર જણાય તો આ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઈકાલે શહેરના અક્ષર માર્ગ પર રહેતી 52 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે હાલ રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ મહિલાએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું હતું. જ્યાં તેને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હવે શહેરમાં કોરોનાને લઈને કામગીરી તેજ કરવામાં આવી છે.

  1. કોરોના માથુ ઉચકી રહ્યો છે ત્યારે કેટલી સજ્જ છે જામનગરની જીજી હોસ્પિટલ ?
  2. ગુજરાતમાં કોરોના નવા 13 કેસ, વિદેશી ડેલીગેશનને જો લક્ષણ હશે તો ટેસ્ટિંગ થશે: ઋષિકેશ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.