રાજકોટ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા તાલુકામાં એક અજાણ્યા યુવાનની માથા વગરનો મૃતદેહ મળી આવી છે. જેને લઈને ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા ચોટીલા અને બામણબોર પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત યુવાનનું ‘ધડ’ કબજે લઈ પી.એમમાં મોકલી આપ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાંએ સામે આવ્યું છે કે, આ યુવાનની હત્યા કરી તેની લાશને અહીં ફેકી દેવાઈ છે. હાલ પોલીસે યુવાન કોણે છે અને કોણે તેની હત્યા કરી? ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરાઇ છે.