ETV Bharat / state

Rajkot Chamber of Commerce elections: રાજકોટમાં 13 ફેબ્રુઆરીએ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે

સૌરાષ્ટ્રની સૌથી મોટી વેપારી સંસ્થા (largest trading body in Saurashtra) રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી (Rajkot Chamber of Commerce elections ) આગામી 13 ફેબ્રુઆરીએ યોજાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં કેટલી પેનલ, ક્યાં ક્યાં ઉમેદવારો અને ફોર્મ ભરવા, પાછા ખેંચવા સહિતનો સમય પણ જાહેર કરવામાં આવશે.

Rajkot Chamber of Commerce elections: રાજકોટમાં 13 ફેબ્રુઆરીએ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે
Rajkot Chamber of Commerce elections: રાજકોટમાં 13 ફેબ્રુઆરીએ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે
author img

By

Published : Jan 4, 2022, 5:11 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી વેપારી સંસ્થા (largest trading body in Saurashtra) રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી (Rajkot Chamber of Commerce elections) આગામી 13 ફેબ્રુઆરીએ યોજાશે. આગામી સમયમાં એક વેપારીની બેઠક મળ્યાં બાદ ચેમ્બરના વર્તમાન હોદેદારો તેમનો ચાર્જ છોડી દેશે, જ્યાં સુધી સંપૂર્ણ ચૂંટણી યોજાશે નહીં ત્યાં સુધી એટલે કે ફેબ્રુઆરી સુધી માત્ર કાર્યકારી હોદ્દેદાર તરીકે પોતાની કામગીરી કરશે. આગામી દિવસોમાં કેટલી પેનલ, ક્યાં ક્યાં ઉમેદવારો અને ફોર્મ ભરવા, પાછા ખેંચવા સહિતનો સમય પણ જાહેર કરવામાં આવશે.

વર્તમાન પેનલની ટર્મ ફેબ્રુઆરીમાં થશે પૂર્ણ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વર્તમાન પેનલની ફેબ્રુઆરી માસમાં 3 વર્ષની ટર્મ પૂર્ણ થશે, ત્યારે આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી બિનરાજકીય રીતે સંપૂર્ણ પારદર્શક રીતે થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ ચૂંટણી સમયસર યોજાય તે હેતુથી ચેમ્બરની કારોબારી કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીના પગલે ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે.

ચૂંટણી સમિતિની રચના કરાઇ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીને લઈને આજે મંગળવારના વર્તમાન પ્રમુખ (Rajkot Chember Of Commerce President) વી.પી વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને મીડિયાને માહિતી આપી હતી કે "અમારી ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે જેને લઈને હવે ચૂંટણી યોજવામાં આવશે". આ ચૂંટણી સંપૂર્ણ રીતે પારદર્શક થાય તે માટે 'રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના' પૂર્વ પ્રમુખ હિતેશ બગડાઇના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. બંધારણની (Indian Constitution) જોગવાઈ પ્રમાણે ત્રણ સભ્યોની ચૂંટણી સમિતિ હોય છે જેના અનુસંધાને આ ગઠન કરવામાં આવ્યું છે.

સમરસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા

ચેમ્બરના પ્રમુખ વી.પી વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં અમારી ટર્મ પૂર્ણ થાય છે, ત્યારે અમે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે, પરંતુ જો વેપારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ હશે અને તે દૂર થઇ જશે તો અમે આ ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસો કરીશું". હાલમાં ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ચૂંટણી માટે 1802 જેટલા મતદારો છે. ગત વખતની ચૂંટણીમાં 4500 જેટલા મતદારો હતા. આ સાથે ચેમ્બરની ચૂંટણીને લઈને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

Assembly elections 2022: ભાજપ 'યુવા મિત્ર' અભિયાનનું તીર છોડશે

Gram Panchayat Election Result 2021: મહીસાગરમાં 6 તાલુકા કેન્દ્ર પર મતગણતરીનો પ્રારંભ, કુલ 891 કર્મચારીઓ જોડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.