ETV Bharat / state

Rajkot Crime : દિલ્હી અંડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસરના નામે છેતરપિંડી કરતો યુવક પકડાયો - Fraud case in Rajkot

રાજકોટમાં સાયબર ક્રાઇમ અંગેના કોષનું સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ આપશે તેમ કહીને પૈસા પડાવતો યુવક ઝડપાયો છે. આ યુવક દિલ્હી CBI અને કેન્દ્રની વિવિધ એજન્સીઓ સાથે પોતે સંકળાયેલો હોવાની ઓળખાણ આપતો હતો. જે બાબતની સાયબર ક્રાઇમને જાણ થતાં યુવકને પકડી પાડવામાં આવ્યો છે.

Rajkot Crime : દિલ્હી અંડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસરના નામે છેતરપિંડી કરતો યુવક પકડાયો

author img

By

Published : Jun 3, 2023, 10:10 PM IST

CBI ઓફિસરના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા રાજકોટના શખ્સની કરાઈ ધરપકડ

રાજકોટ : રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરાય છે. આ યુવક દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને પોતે અંડર કવર ઓફિસર છે. તેમજ CBI અને કેન્દ્રની વિવિધ એજન્સીઓ સાથે પોતે સંકળાયેલો હોવાની ઓળખાણ આપતો હતો. જ્યારે આ યુવક વિવિધ વિદ્યાર્થીઓને પણ પોતે સાઇબર ક્રાઇમ અંગેના કોષનું સર્ટિફિકેટ આપશે. તેમ કહીને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવતો અને છેતરપિંડી કરતો હતો. જે બાબતની ફરિયાદ રાજકોટ સાઇબર ક્રાઇમમાં થતા સાયબર ક્રાઇમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે આ શખ્સ દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. તેમજ કેટલાં નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા છે તે તમામ બાબતોને લઈને વધુ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બે દિવસ પહેલા એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાના આધારે સાહિલ મુલીયાણા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાહિલની ઉંમર માત્ર 19 વર્ષની છે અને તેને સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. જ્યારે તેને સાયબર ક્રાઇમમાં વધારે રસ હતો. તેમજ તે લોકોને મળતો ત્યારે કહે તો કે પોતે અન્ડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસર છે અને દિલ્હી CBI સંસ્થા સહિતની કેન્દ્રીય સંસ્થાઓ સાથે જોડાયેલો છે. સાહિલે એન્જિનિયરિંગ કર્યું હતું. જેના કારણે તેની પાસે થોડી ઘણી ટેકનિકલ માહિતી પણ હતી. જેના આધારે લોકો પણ તેનો વિશ્વાસ કરતા હતા અને છેતરપિંડીનો ભોગ બનતા હતા. - વિશાલ રબારી (ACP)

વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યા : સાઇબર ક્રાઇમ ACPએ વધુમાં જણાવ્યું હતું કે, સાહિલ નામનો આરોપી મુખ્યત્વે વિદ્યાર્થીઓને મળતો હતો. તેમજ આ વિદ્યાર્થીઓને જો સાઇબર ક્રાઈમમાં આગળ વધવાની ઈચ્છા હોય તો તેમને સાયબર ક્રાઇમના અલગ અલગ કોર્સ કરાવીને આપવાના નામે છેતરપિંડી કરતો હતો. આ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેતો હતો. જ્યારે પોલીસને ધ્યાને આ બાબત આવી ત્યારે તેને વિવિધ અરજદારોના પૈસા છેતરપિંડીના કારણે ફસાયેલા હોય તે અરજદારોને સાહિલ મળતો હતો. તેમજ આ અરજદારોને પૈસા અપાવી દેવાના અથવા તેમને વળતર પાછું અપાવી દેવાના બહાને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો સાથે પણ છેતરપિંડી આચરતો હતો. તમામ બાબતો સાયબર ક્રાઈમના ધ્યાને આવતા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની વધુ પૂછપરછ શરૂ છે.

  1. Surat Crime : સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી ફરાર ઠગ પકડ્યો, 1 કરોડની છેતરપિંડીનો આરોપી ભુજના ભોજનાલયમાં કરતો હતો આ કામ
  2. Porbandar Crime : સિંગાપોરમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનારા ત્રણ શખ્સની ધરપકડ, 27 પાસપોર્ટ રિકવર
  3. Ahmedabad Crime : NRI બનીને આવેલા દંપતી વેપારીને વશીકરણ કરીને ચોરી કરી ફરાર, જૂઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.