Rajkot News : મહિલાને પછાડીને આખલો ભાગી ગયો, CCTV કેમેરામાં કેદ ઘટના - Velnath Para stray cattle Torture
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધી છે. સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ત્યારે અવારનવાર આ પ્રકારે રખડતા ઢોરનો ત્રાસ સામે આવતા તંત્ર પર સવાલ થઈ રહ્યા છે.
રાજકોટ : શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા વેલનાથપરા ચોકમાં એક ટુ-વ્હીલર લઈને જઈ રહેલી મહિલાને આખલા દ્વારા અડફેટે લેવામાં આવી છે. આ ઘટનામાં મહિલાને ઈજાઓ થઈ છે. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. રાજકોટમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યા બાદ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે રાજકોટમાં આ અગાઉ પણ અનેક લોકો રખડતા ઢોરનો ભોગ પણ બની ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો : Stray Cattle : રખડતા ઢોર મુદ્દે AMCની નવી પોલિસી કરાઇ મોકૂફ, જાણો કારણ
ટુ વ્હીલર લઈને જઈ રહેલી મહિલાને લીધી હડફેટે : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા વેલનાથ ચોકમાં મહિલા ટુ-વ્હીલર લઈને પસાર થઈ રહી હતી. એવામાં સામેની તરફથી એક આખલો દોડીને આવી રહ્યો છે અને અચાનક આ ટુ-વ્હીલર લઈને જઈ રહેલી મહિલાને અડફેટે લે છે, ત્યારબાદ મહિલા ટુ-વ્હીલર પરથી નીચે પડી જાય છે અને આ આખલો ત્યાંથી ભાગી છૂટે છે. જ્યારે ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા વિસ્તારમાં એકઠા થઈ ગયા છે, ત્યારબાદ આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. આ તમામ ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થાય છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ટુ-વ્હીલર લઈને જઈ રહેલી મહિલાને આખલાએ કઈ રીતના અડફેટે લીધી હતી.
આ પણ વાંચો : Vadodara Stray Cattle: વૃદ્ધ મહિલાને ગાયે અડફેટે લેતા હાથમાં ફ્રેક્ચર, પાલિકા સામે અનેક પ્રશ્નો
બાઈક ચાલક આખલાને દોડાવી રહ્યો હતો : ગાંધીગ્રામ વિસ્તારમાં મહિલાને આખલા દ્વારા અડફેટે લેવાની ઘટનાના CCTV વિડીયો સામે આવ્યા છે. આ CCTV વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રસ્તા પર એક આખલો દોડતો દોડતો આવી રહ્યો છે અને તેની પાછળ એક બાઈક સવાર તેને દોડાવી રહ્યો છે. જ્યારે આ આખલો દોડતો દોડતો રસ્તા પર સામેની તરફ ટુ વ્હીલર લઈને આવતી મહિલા સાથે અથડાય છે. જેના કારણે આ મહિલા ટુ-વ્હીલર પરથી પડી જાય છે. જોકે આ પ્રકારની ઘટના વિસ્તારમાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઘટના બાદ બાઈક લઈને આખલાને દોડાવી રહેલો યુવક ઘટના સ્થળેથી તાત્કાલિક ભાગી જાય છે, પરંતુ આ તમામ ઘટનાઓ CCTV કેમેરામાં કેદ થઈ છે, ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ?