- 16 મોબાઇલ સાથે ઝડપાયો શખ્સ
- મોબાઇલની કિંમત રૂપિયા 1,22,000
- ઈસમ ચોરાઉ મોબાઈલ વહેંચવા માટે આવ્યો હતો
રાજકોટઃ શહેરની માલવિયાનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક ઇસમને ઝડપી લીધો હતો. જેની પાસેથી અલગ અલગ કંપનીના 16 બ્રાન્ડેડ મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, આ ઈસમ ચોરાઉ મોબાઈલ વહેંચવા માટે આવી રહ્યો છે. જે કારણે પોલીસે શહેરના કૃષ્ણનગર મેઈન રોડ પાસે આવેલી ધોળકિયા સ્કૂલ નજીકથી ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. હાલ પોલીસે આ ઈસમની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસે રૂપિયા 1,22,000ના 16 મોબાઈલ ફોન કબજે કર્યા
રાજકોટ માલવિયાનગર પોલીસે ઝડપેલા ઈસમનું નામ હસમુખ ઉર્ફ મુન્નો રતિલાલ વાઘેલા છે. જેને રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના 16 મોબાઇલની ચોરી કરી હતી. જે બાદ રવિવારે આ ચોરાઉ મોબાઈલ વહેંચવા માટે આવતા પોલીસે તેને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ 16 મોબાઇલની કિંમત અંદાજે રૂપિયા 1,22,000 હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ચોરીના અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ
હાલ પોલીસે ઇસમની વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં ચોરીના અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.
ઈસમે બ્રાન્ડેડ મોબાઈલ જ ચોર્યા હોવાનું સામે આવ્યું
ઝડપાયેલા આરોપી હસમુખ ઉર્ફ મુન્ના પાસેથી પોલીસે કબજે કરેલા ચોરાઉ મોબાઇલ ફોનમાંથી મોટાભાગના મોબાઈલ ફોન બ્રાન્ડેડ કંપનીના હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્યત્વે સેમસંગ, રિયલ મી અને વિવો કંપનીના ચોરાઉ મોબાઈલનો સમાવેશ થાય છે. હાલ સમગ્ર મામલે રાજકોટની માલવિયાનગર પોલીસ દ્વારા હસમુખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.