ETV Bharat / state

રાજકોટઃ જિલ્લાભરમાં મગફળીના રજીસ્ટ્રેશન માટે મંગળવારે છેલ્લો દિવસ, કાલથી ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે - Gondal Market Yard

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે રાજકોટ સહિત જિલ્લાભરમાં મગફળીનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મગફળીના રજીસ્ટ્રેશન માટે મંગળવારે છેલ્લો દિવસ છે. રાજકોટ જિલ્લાના 14 કેન્દ્ર પરથી બુધવારથી મગફળીની ખરીદી શરૂ થશે. ગત વર્ષ કરતાં આ વર્ષે 15 હજાર વધુ ખેડૂતોએ મગફ્ળીનું રજીસ્ટ્રેશન કર્યું છે. કેન્દ્ર પર CCTV દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

Purchasing of groundnuts
રાજકોટમાં ગોંડલ માર્કેટ યાર્ડ સહિતની યાર્ડમાં મગફળીની ખરીદી થશે
author img

By

Published : Oct 20, 2020, 9:24 PM IST

  • ટેકાના ભાવે મગફળીની બુધવારથી ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે
  • રાજકોટમાં ગોંડલ માર્કેટ યાર્ડ સહિતની યાર્ડમાં મગફળીની ખરીદી થશે
  • દરેક ખેડૂતો પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી કરાશે

રાજકોટઃ રાજ્ય સરકાર બુધવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. રાજકોટમાં એક કેન્દ્રમાં એક અધિકારી અને 4 કર્મચારી ફરજ બજાવશે. કેન્દ્ર પર CCTV કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે. પહેલા બે-ત્રણ દિવસ થોડા ખેડૂતોને બોલાવવામાં આવશે, જે બાદ 50 થી 70 ખેડૂતોને બોલાવવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા 140 ગોડાઉન રાખવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં 95 હજારથી વધુ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 22 સ્થળો પર મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે

રાજયમાં બુધવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થશે, ત્યારે જિલ્લાના 11 તાલુકામાં કુલ 22 સ્થળો પર મગફળીની ખરીદી કરવામાં આવશે. તમામ કેન્દ્ર પર વર્ગ-2 ના અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. વર્ગ-3 તેમજ નિગમના અધિકારીઓ પણ હાજર રહેશે. તમામ સ્થળો માટે અગાઉથી શહેર પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. મગફળી ખરીદી થયા બાદ 150 જેટલા ગોડાઉનોમાં મગફળી રાખવામાં આવશે, તેમજ જરૂર પડ્યે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે. શરૂઆતમાં ખેડૂતો ઓછા પ્રમાણમાં બોલાવવામાં આવશે ધીમે ધીમે રોજના 100 ખેડૂતોને બોલાવવામાં આવશે.

રાજકોટમાં ગોંડલ માર્કેટ યાર્ડ સહિતની યાર્ડમાં મગફળીની ખરીદી થશે

મગફળીની પ્રતિ મણ રૂપિયા 1055 ના ટેકાના ભાવે ખરીદી કરાશે

ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે સમગ્ર રાજ્યમાં મગફળીનુ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. સરકાર આગામી 21મી ઓકટોબરથી મગફળીની પ્રતિ મણ રૂપિયા 1055 ના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરશે. ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે તેમજ દરેક ખેડૂતો પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી કરાશે. મહત્વનું છે કે, આ વર્ષે રાજકોટ જિલ્લામાં ગત વર્ષ કરતાં 15 હજારથી વધુ ખેડૂતોએ મગફળીનુ રજીસ્ટ્રેશન કર્યું છે.

મગફળી ખરીદી કેન્દ્ર ખાતે સેનેટાઈઝર અને આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ રહેશે

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે બુધવારે મગફળીની ખરીદી સવારે 9 વાગ્યાથી શરૂ થશે. ગોંડલ APMC ખાતે 18 સેડને ત્રણ-ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. ગોંડલમાં અલગ-અલગ ત્રણ સેન્ટર કાર્યરત થશે. ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે 60 કર્મચારી ઓપરેટર, ગ્રેડર અને વહીવટી તંત્રના અધિકારી સુપર વાઇઝર મારફતે મગફળીની પ્રક્રિયા શરૂ કરશે. કોરોનાની મહામારીને ધ્યાને લઇને ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. ખેડૂતોએ માસ્ક પહેરીને આવવાનું રહેશે. આ ઉપરાંત મગફળી ખરીદી કેન્દ્ર ખાતે સેનેટાઈઝર અને આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.