ETV Bharat / state

Rajkot Crime : રાજકોટ મેડિકલ કોલેજના વડાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, પાડોશીઓએ કરી જાણ

રાજકોટ મેડીકલ કોલેજના PSM વડાનો મૃતદેહ (PSM of Rajkot Medical College )તેમના જ ઘરમાંથી મળ્યો હતો. રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસે (Rajkot Police )મામલાની તપાસ શરૂ કરી છે. મૃતક ડોક્ટર શોભા મિશ્રા ઘરમાં હતા તે દરમિયાન તેમનું મોત ( Doctor Shobha Mishra Found Dead at Home) થયું હતું જેની જાણ પાડોશીઓએ પોલીસને (Rajkot Crime )કરી હતી.

Rajkot Crime : રાજકોટ મેડિકલ કોલેજના વડાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, પાડોશીઓએ જાણ કરી

author img

By

Published : Jan 28, 2023, 1:55 PM IST

પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી

રાજકોટઃ રાજકોટ મેડિકલ કોલેજના વડાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો. રાજકોટ મેડીકલ કોલેજના PSM વડાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવતા શહેરની તબીબીઆલમમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ મામલે રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક ડોક્ટર. શોભા મિશ્રા ઘરમાં હતા તે દરમિયાન તેમનું મોત થયું હતું. આ મામલે પાડોશીઓએ પોલીસને જાણ કરી છે.ત્યારે પોલીસ દ્વારા ડોક્ટર શોભા મિશ્રાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે.

પાડોશીઓએ જાણ કરી : આ મામલે ડોક્ટર શોભા મિશ્રાના પાડોશી ચંદનભાઈએ જણાવ્યું હતું કે મારી તબિયત સારી ન હોવાથી હું પણ સિવિલ હોસ્પિટલમાં હતો. જ્યારે તેમની દીકરીએ પણ ડોક્ટર શોભાને ફોન કર્યો પરંતુ તેમને ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ તમામ આસપાસની મહિલાઓ પણ ડોક્ટર શોભાના ઘરે ગયા ત્યારે તેઓ દરવાજો બંધ હતો. તેને તોડીને જોયુ તો તેઓ બેડ પર હતા અને ઘરમાં ટીવી અને પંખા ચાલી રહ્યાં હતાં. આ ઘટના અંગે અમે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે આવીને તાત્કાલિક મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તૈયારી કરી હતી. મૃતક ડોક્ટર શોભા મિશ્રાના પતિ પણ ડોક્ટર છે અને તેઓ વડોદરા મેડીકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે.

આ પણ વાંચો રાજકોટ મેડીકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મળી મંજૂરી

ફોન નહીં ઉપાડતા પુત્રીએ પાડોશીઓ જાણ કરી : આ ઘટનામાં જ્યારે મૃતક ડોક્ટર શોભા મિશ્રાને તેમની ગોધરા ખાતે ઇન્ટર્ન તરીકે ફરજ બજાવતી ડોક્ટર દીકરીએ ફોન કર્યો હતો. ત્યારે તેઓ ફોન રિસીવ નહીં કરતા તેમની પુત્રીએ આ અંગેની જાણ પડોશીઓને કરી રહી. જે બાદ પાડોશીઓ દ્વારા જ ડોક્ટર શોભાના ઘરનો દરવાજો તોડીને અંદર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ જાણ થઈ હતી કે ડોક્ટર શોભાનું મોત થયું છે. હાલ આ સમગ્ર મામલે રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

આ પણ વાંચો મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજકોટ AIIMSમાં ચાલુ વર્ષે અપાશે પ્રવેશ

મોતના કારણોની તપાસ : આ સમગ્ર મામલે કયા કારણોસર ડોક્ટર શોભા મિશ્રાનું મૃત્યુ થયું છે તે અંગે કારણ જાણવા માટે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટર શોભા મિશ્રાને હાર્ટ એટેક આવ્યો હોઇ શકે જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક ડોક્ટર શોભા મિશ્રાના પતિ પણ ડોક્ટર છે. તેમજ તેમની પુત્રી પણ ગોધરા ખાતે ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ નિભાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.